________________ ૧.ર. ધાર્મિક સત્ય પ્રત્યેક ધર્મ એક પ્રકારનું સત્ય આપે છે. કેટલાક ધર્મો ઈશ્વર પાસેથી લાધેલા સત્યની રજૂઆત કરે છે, બીજા કેટલાક સત્યની ખોજમાં સ્વપ્રયત્ન લાધેલા જ્ઞાનની રજૂઆત કરે છે. ધાર્મિક સત્યમાં ઈશ્વરનું સ્વરૂપ, માનવજીવનું સ્વરૂપ અને જીવ-ઈશ્વરના સંબંધને સમાવેશ થાય છે. અહીંયાં પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે આવું ધાર્મિક સત્ય શી રીતે પ્રાપ્ત થાય છે? એનું સ્વરૂપ શું છે ? આધુનિક સમાજમાં એ સ્વીકારાયું છે કે ધાર્મિક સત્યની પ્રાપ્તિ કેટલાક નિશ્ચિત માર્ગોએ પ્રાપ્ત થાય છે. ધર્મશાસ્ત્રોમાં આવો સ્વીકાર તે ક્યારેય થયું છે, પરંતુ આધુનિક વિચારકે પણ હવે આ વાતને સ્વીકાર કરતા થયા છે. ધાર્મિક સત્યની ઝાંખી માત્ર તેવા જ પુરુષને થાય છે જે ધર્મ તરફ વળે છે. પરંતુ એની સાથે જ દિવ્ય ચેતનાને સહકાર પણ અનિવાર્ય છે. આમ દિવ્ય ચેતના કે ઈશ્વર, ધર્મમાર્ગે સત્યની ખોજમાં આગળ વધતા માનવીને, સત્યનાં દર્શન કરાવે છે; અથવા તે એની સમક્ષ સત્યને પ્રત્યક્ષ કરે છે. આમ, ધાર્મિક સત્યની પ્રાપ્તિના બે મુખ્ય માર્ગો ગણાવી શકાય—એક, બાહ્ય જગતના રવરૂપ પર મનન કરવાથી; અને બીજુ, પિતાના અંતરાત્માની ખોજ કરવાથી. જે ધાર્મિક સત્ય ધર્મપ્રવર્તકને કે પયગંબરને પ્રાપ્ત થાય છે એ વિવિધ રૂપે રજૂ કરાય છે. જ્ઞાનને પ્રત્યેક પ્રયત્ન મહાવન છે અને કોઈપણ સત્યજ્ઞાનમાં ધાર્મિક તાત્પર્ય સમાયેલું છે. આ અર્થમાં કોઈ એક પ્રજા કે કઈ એક ધર્મના