________________ શાશ્વત શું? ધર્મ અનુસાર “ધર્મ” શબ્દ “ધર”માંથી પ્રાપ્તિ થાય છે. “ધર” એટલે એકમેકને સાથે બાંધવા. આમ ધર્મ એટલે જે એકને બીજાની સાથે સાંકળે અથવા બાંધે છે. આ એક, અને બીજું કોણ ? એક માનવ અને બીજા માનવને સાંકળવાની વાત છે કે એક માનવ અને બીજા ઈશ્વરને સાંકળવાની વાત છે. હિંદુધર્મના વિકસેલ સ્વરૂપમાં “વહ્મ સત્ય, આત્મા વહ્મ ન ભવ:પ્રબંધાય છે. એથી બ્રહ્મ અને જીવને સંલગ્ન કરે તે ધર્મ. ખ્રિસ્તી ધર્મ અનુસાર ધર્મ માટે વપરાતા શબ્દ "Religion" બે લેટિન શબ્દો "Re" અને "Legere" કે "Ligare માંથી ઊતરી આવ્યો છે. આ બે શબ્દોને અર્થ “ફરી પાછા સાંકળવા” એમ થાય છે. ખ્રિસ્તી ધર્મ અનુસાર માનવ એ ઈશ્વરનું સર્જન છે અને એથી માનવ માનવને સાંકળવાનું તેમ જ બધાયે માનને પિતા ઈશ્વર સાથે સાંકળવાનું ધર્મનું કાર્ય છે. ધર્મની વ્યાખ્યા આપતા એક જૈન સાધુ કહે છે કે જગતના દુઃખમાંથી જે માણસોને બહાર કાઢે અને તેમને હંમેશને માટે પરમ આનંદની અવસ્થા અર્પે તે ધર્મ. મુસ્લિમધર્મને માટે વપરાતા શબ્દ “ઇસ્લામ” ખૂબ જ સૂચક છે. આ શબ્દ સલામ'માંથી પ્રાપ્ત થાય છે, અને એને અર્થ થાય છે “શાંતિ”. આમ ઈસ્લામ એટલે ઈશ્વરને શાંતિમય સ્વીકાર. કેટલીક વેળા ધર્મને માટે “મજહબ” શબ્દ પણ વપરાય છે. “મજહબ” એટલે “મા”– મજહબ એટલે ચરિત્રમય જીવનને માર્ગ, આનંદની પ્રાપ્તિનો ભાગ અને પ્રભુપ્રાપ્તિને માગ. શિધર્મમાં “શિન્ટ” શબ્દને અર્થ જાપાની ભાષામાં “કામી-નો-મીચી” થાય છે. “કામ” એટલે એક આઘ-આધ્યાત્મિક તત્ત્વના તણખારૂપે અસ્તિત્વ ધરાવતા આધ્યાત્મિક અંશે. કામી–-મીચી એટલે આધ્યાત્મિક તને માગ જે દેવી માગે છે તે–અથવા ઈશ્વરને માગે છે તે. આ જ પ્રમાણે ચીનના લાઓઝે ધર્મને “તાઓ” તરીકે ઓળખાવાય છે. તાઓ ને અર્થ થાય છે “માગ.' વિવિધ ધર્મોમાં ધર્મ વિશે વપરાયેલ શબ્દો દ્વારા ધર્મને જે મહત્વપૂર્ણ ખ્યાલ આપણને પ્રાપ્ત થાય છે તે ધર્મને એક ભાગરૂપે સૂચવે છે. એક એવે માર્ગ જે માત્ર અવેલેકવાને નથી, પરંતુ આચરવાને છે. ધર્મ એક એ માર્ગ છે જેના દ્વારા વ્યક્તિઓની વિવિધતા છતાં તેમનામાં ઓતપ્રનતા પામી