________________ 11.3 ઈતિહાસ દષ્ટિએ ધર્મનું બદલાતું સ્વરૂપ ધર્મનું માનવજીવનમાં સ્થાન અને કાર્ય શું છે એ મહત્ત્વને પ્રશ્ન છે. માનવજીવનનું એવું કયું કાર્ય છે જે તત્ત્વજ્ઞાન, વિજ્ઞાન કે કળા કે અન્ય કોઈ વિદ્યા પરિપૂર્ણ ન કરી શકે અને જે માત્ર ધર્મથી જ થઈ શકે? આ પ્રશ્નને ઉત્તર મેળવવા માટે માનવી જે ધાર્મિક વિકાસના તબક્કાઓમાંથી પસાર થયે છે તે દરમ્યાન ધર્મના સંસર્ગમાં રહી માનવીએ શું પ્રાપ્ત કર્યું છે એથી જાણી શકાય. માનવના દીર્ધકાળના ધર્મખેડાણને પરિણામે જે પ્રાપ્તિ થઈ છે તે આમ રજૂ કરી શકાય: એક, માનવી એક એવી સત્તા કે સત્તાઓ શોધી શકો છે જેનું વિશ્વમાં આધિપત્ય છે અને જેના દ્વારા અને જેની મદદથી પિતાની કેઈપણ વિષમ જરૂરિયાતોને પૂરી પાડી શકાય. બીજું, આ સર્વસત્તાધીશ સત્તા સાથે એ એક પ્રકારને અસરકારક સંબંધ બાંધે છે જેથી પિતાની જરૂરિયાત એ છે કે વધુ અંશે પ્રાપ્ત કરી શકે. આમ, માનવીની ધાર્મિક લાગણી અનુસારનું વીતત્વ એક એવી સત્તા છે અને માનવને આત્મા એ માનવજીવનમાં રહેલો એક એવો પાયો છે જે આ જરૂરિયાત પૂરી કરવાને માટે પ્રયત્નશીલ બને છે. આપણે ઉપર રજૂ કરેલા પ્રશ્નોને આ એક સામાન્ય ઉત્તર .