________________ ધર્મોનું તુલનાત્મક અધ્યયન ધર્મશાસ્ત્રો દ્વારા જ ધાર્મિક સત્ય પ્રાપ્ત થાય છે એમ કહી શકાય નહિ. ધાર્મિક સત્ય ગમે ત્યાંથી પ્રાપ્ત થયું હોય તો તે એવું છે કે સત્યની ખોજમાં પ્રવૃત્ત એવા પ્રત્યેક માનવીને એમાંથી પ્રેરણા અને બળ મળે છે. પરંતુ, સત્યનું પ્રત્યેક અંગ દરેક માનવીને સમાન રીતે અસર કરે છે એમ નથી. વિવિધ પ્રકારનાં ધર્મશાસ્ત્રો એ વાતની સાક્ષી પૂરે છે કે પિતાની પ્રકૃતિ અનુસાર માનવીને ક્યાં તે સાહિત્યિક સ્વરૂપનું ધાર્મિક સત્ય અથવા તે રહસ્યમય. વાણી અથવા તે તાત્ત્વિક ચિંતન અથવા તે નૈતિક સચ્ચાઈ અસરકારક લાગે છે. પરંતુ જેટલે અંશે આપણે એમ કહીએ કે ધાર્મિક સત્ય ઈશ્વરે બક્ષેલ છે તેટલે અંશે એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે ધાર્મિક જ્ઞાન ખરેખર ઈશ્વરે બક્ષેલ છે એમ શી રીતે માની શકાય ? બીજે એક પ્રશ્ન એ પણ ઉપસ્થિત થાય છે કે સર્વ સૃષ્ટિના સર્જનહાર જે એક જ ઈશ્વર હોય તે એ ઈશ્વર જુદા જુદા ધર્મસ્થાપક અને પયગંબરોને જુદી જુદી વાણીમાં ધાર્મિક સત્ય કેમ રજૂ કરે છે ? આમાંને છેલ્લે પ્રશ્ન આપણે પ્રથમ હાથ ધરીએ. ઈશ્વર માનવી સાથે જે ભાષામાં બોલે છે એ ભાષા સાથે જ્યાં સુધી પ્રત્યેક વ્યક્તિને પ્રત્યક્ષ સંપર્ક ન થાય ત્યાં સુધી જાણી શકાય નહિ કારણ કે એ ભાષા કોઈ લૌકિક ભાષા નથી, કઈ સંજ્ઞાની ભાષા નથી, કોઈ વનિની ભાષા નથી—એ ભાષા તે અંતરની ભાષા છે, અને તે જ વ્યક્તિ એ સાંભળી શકે, જેનું અંતર એટલું શુદ્ધ, પવિત્ર અને નિર્મળ હેય. ઈશ્વરને આદેશ પિતાના હૃદયમાં જે રીતે પ્રાપ્ત થાય અથવા ઝિલાય તેની રજૂઆત ભાષાસ્વરૂપે થાય છે, અને એવી રજૂઆતમાં એ સંભવિત છે કે એના કઈ દેષ પ્રવેશે. ધાર્મિક જ્ઞાનમાં કે ધર્મ પ્રણાલીમાં તફાવત હોઈ શકે. પરંતુ જેને આપણે ધાર્મિક સત્ય કહીએ છીએ એમાં, પ્રવર્તમાન વિવિધ ધર્મોને અનુલક્ષીને, ક્યા તફાવતે છે, તે શું આપણે કહી શકીએ ? શું બધા જ ધર્મો જીવનના એક અંતિમ શુભ ધ્યેયની રજૂઆત કરતા નથી ? શું પ્રત્યેક ધર્મ આ ધ્યેયસિદ્ધિની શક્યતા છે એમ સ્વીકારતા નથી? સૃષ્ટિમાં કંઈક તત્ત્વ છે એમ પ્રત્યેક ધર્મ રવીકારતે નથી? આ એકમતી સ્વીકાર ધાર્મિક સત્ય સમજાવે છે. આવા સત્યનું જ્ઞાન વિવિધ રીતે અને વિવિધ પ્રકારે રજૂ કરવામાં આવે એ સંભવે છે, અને એ જ પ્રમાણે ધ્યેયની પ્રાપ્તિને માટેના માર્ગો માટેના તફાવત સંભવી શકે છે. ઉચ્ચતર નૈતિક મૂલ્યના સ્વીકારમાં સમાનતા હોવા છતાં વિશિષ્ટ પ્રકારના નૈતિક વ્યવહારમાં તફાવતની સંભાવના હોઈ શકે.