________________ ધર્મોનું તુલનાત્મક અધ્યયન શકાય છે, અને જેના દ્વારા પ્રત્યેક વ્યક્તિ વ્યક્તિ તરીકે અથવા તે વ્યક્તિસમૂહ સમૂહ તરીકે દૈવીતત્ત્વ સાથે એકરૂપતા પ્રાપ્ત કરી શકે છે. ધર્મ એક એવો માગ છે જે જીવનની નીરસતા દૂર કરી જીવનના રસનું પાન કરાવે છે. જીવન ઝંઝાવાતની અશાંતિમાંથી શાંતિને માર્ગે લઈ જાય છે. મૃત્યુને ભય અને તેનું દુઃખ દૂર કરીને અમરત્વની આશા આપે છે. અંધકારને દૂર કરી પ્રકાશ પાથરે છે. ધર્મ એક એ માગ છે જે માનવજીવનનાં વિવિધ અંગોને યોગ્ય રીતે ગોઠવી ઊર્વ અંગની પ્રાપ્તિ સહજ બનાવે છે. જેથી માનવ પિતાની નિગ્ન અવસ્થા ત્યાગી ઉચ્ચતમ અવસ્થાની પ્રાપ્તિના પ્રયાસમાં પ્રયત્નશીલ બને છે. માનવ જ્યારે પિતાની ઉચ્ચતમ અવસ્થા પ્રાપ્ત કરે છે ત્યારે એ દૈવીતત્ત્વની સમીપ આવે છેત્યારે એ સંભવતઃ પિતે જ ઈશ્વરમય, સત્યમય, આનંદમય, સચ્ચિદાનંદ સ્વરૂપ બને છે. માનવ જ્યારે આ અવસ્થા પ્રાપ્ત કરે છે ત્યારે કદાચ એને પ્રભુપ્રાપ્તિ માટેના કોઈ માર્ગની જરૂરિયાત ન રહે અને એથી એ કક્ષાએ વ્યક્તિ માટે સંભવતઃ કઈ ધર્મ ન રહે. પરંતુ જ્યાં સુધી માનવી સામાન્ય સ્વરૂપને માનવી છે અને એની દૃષ્ટિ કંઈક વધુ ઉચ્ચતર અને ઊર્ધ્વગામી તરફ તથા એને પ્રયાસ તે પ્રાપ્ત કરવાનો છે અને ઉત્થાન સાધવાને છે, જ્યાં સુધી એની ઝંખના અસત્યમાંથી સત્યમાં જવાની, મૃત્યુમાંથી અમરત્વમાં જવાની અને અંધકારમાંથી પ્રકાશમાં જવાનો છે; ત્યાં સુધી એની આ ઝંખના કેણુ સંપશે એ પ્રશ્ન મહત્ત્વનું બની રહે છે. ધર્મના મહત્ત્વનાં શેડાં અંગેની વિવિધ ધર્મોએ “ધર્મ” શબ્દના આપેલા ખ્યાલને આધારે પ્રાપ્ત થતી માહિતી અનુસાર એમ કહી શકાય કે માનવની આ ઝંખના સંતોષવાની શક્તિ ધર્મ પાસે છે. એ અર્થમાં કે “ધર્મ” એક માર્ગ ચીધે છે, એક દિશા સૂચવે છે, એક અંગુલીનિર્દેશ કરે છે, એક આશા અપે છે. કદાચ આથી જ માનવ અને ધર્મ સદાકાળથી એકમેક સાથે ઓતપ્રોત થયેલા છે, અને એથી જ જ્યાં સુધી માનવનું અસ્તિત્વ હશે ત્યાં સુધી ધર્મનું અસ્તિત્વ પણ રહેશે જ.