________________ 14 * * ધર્મોનું તુલનાત્મક અધ્યયન સદંતર ગુલામીની અવસ્થામાં સ્થાપે છે. બેમાંથી એકેયમાં વ્યક્તિને પિતાને માનવ તરીકે, અને ખાસ કરીને ઊર્ધ્વગામી માનવ તરીકે, ઉદ્ધાર થતો નથી. : આવી પ્રવર્તમાન સુસંસ્કૃત સમાજની પરિસ્થિતિમાં માનવની જરૂરિયાત બે પ્રકારની હેઈ શકે? એક, વ્યક્તિજીવન કે સમાજજીવનનું ધ્યેય સંઘર્ષ હોઈ શકે નહિ. આથી સંઘર્ષને મીટાવવાની છે. આ સિદ્ધિ કઈ અલૌકિક શક્તિ શોધીને તેના દ્વારા મેળવી શકાય—એમની મદદથી આ સંઘર્ષના ઉકેલને માર્ગ લાધે તેમ જ એની પ્રાપ્તિમાં એમના તરફથી બળ મળે. બીજ, માનવમાં રહેલી જિજ્ઞાસાવૃત્તિના સંતોષને માટે પ્રત્યેક તબકકે માનવી કંઈક ઉત્તમ તવ, દૈવી તત્ત્વ, પરમ તત્વની ખોજમાં મંડયો રહે છે. આવી ખેજને પરિણામે કયાં તે પ્રત્યેક માનવી પિતાના આત્માની ગતિશીલ એક્તા શકય બનાવે અથવા તે માનવ-માનવ વચ્ચે સમજણપૂર્વકના રનેહથી એક પ્રકારનું સામંજસ્ય સર્જે અથવા સૃષ્ટિમાં રહેલા પરમ તવની સાથે તાદામ્ય પ્રાપ્ત કરવાનું શક્ય બનાવે. સુસંરકત માનવી આમાંની એક કે વધારે શકયતાઓને માર્ગે જેમ જેમ આગળ વધે તેમ તેમ એને સિદ્ધિને ખ્યાલ થાય અને માત્ર તૃણુઓના સંતેષથી પ્રાપ્ત થતા આનંદ કરતા સવિશેષ પ્રકારને સંતોષ અને આનંદ અનુભવી શકે. - આમ, આંતરમન અને બાહ્યમની વચ્ચેના સંઘર્ષનું સમન્વયીકરણ, વ્યક્તિ-જીવ અને સમાજજીવોની વચ્ચેના સંધર્ષને ઉચ્છેદ અને સામંજસ્યની સ્થાપના તથા વિશ્વના અલૌકિક તત્તની સાથે વ્યક્તિની એકરૂપતા; કઈ વિશિષ્ઠ વિદ્યા સંસ્કૃત સમાજમાં પિતાનું અભ્યાસક્ષેત્ર બનાવે છે ? વિજ્ઞાન, કળા, તત્વજ્ઞાન, રાજકારણ વગેરે આમાંના એક કે વધારે અંગથી સંબંધિત હોય તેયે એની શોધને પિતાનું, ક્ષેત્ર બનાવતા નથી અને આમાં જ આધુનિક સંસ્કૃત સમાજમાં ધર્મના ફાળાને ખ્યાલ પ્રાપ્ત થાય છે. ધર્મ માનવની પૂર્ણતાની પ્રાપ્તિનું કાર્ય પિતાને શિરે લે છે. ધર્મની સહાય વિના માનવી સુસંસ્કૃત સમાજમાં સંપૂર્ણ માનવી ભાગ્યે જ બની શકે. અહીંયાં એક વાતનો ઉલ્લેખ કરી લેવો જરૂરી છે. પ્રત્યેક ધર્મને ઈશ્વરવાદ જે સ્વરૂપે પ્રાપ્ત છે તેને તે જ સ્વરૂપે આધુનિક સુસંસ્કૃત સમાજ ન સ્વીકારે એ સમજી -શકાય એમ છે. કારણ કે ઈશ્વરવાદને કેઈપણ મત આદિમ માનવીની અને