________________ શાશ્વત શું ? થઈ શકે એમ નથી ? માનવ સિવાય અન્ય કોઈ અસ્તિત્વ કે બળ સૃષ્ટિના શ્રેષ્ઠ સ્થાને બિરાજમાન થાય એવું ન બને ? માનવે પિતાના સમગ્રતમ સ્વરૂપને -અનુલક્ષીને સૃષ્ટિશ્રેષ્ઠતાનું રથાન કદીયે પ્રાપ્ત કર્યું છે ખરું? માનવી જે ‘તયુક્ત પ્રાણી તરીકે ઓળખાય છે તે હંમેશા કે કદીયે તકને ઉપયોગ કરે છે ખરે? શું માનવમાં તર્કશક્તિ એ જ વિશિષ્ટ અને મહાન છે? માનવી એક એવા વિશિષ્ટ પ્રકારનું અસ્તિત્વ છે કે જેમાં પદાર્થજગત, -વનસ્પતિજગત અને પ્રાણી જગતના અંશેનાં અસ્તિત્વ ઉપરાંત માનવજીવનનાં વિશિષ્ટ અંગેને પણ સમાવેશ થાય છે. માનવીને દેહ પદાર્થ જગત સાથેનું એનું તાદામ્ય સ્પષ્ટ કરે છે. ક્રમે ક્રમે થતો વિકાસ એનું વનસ્પતિજગત સાથેનું તાદામ્ય આપે છે. સભાનતા, સ્વયંસંચાલિત ગતિ અને અનુભવ દ્વારા શિક્ષણના અંશો એનું પ્રાણીજગત સાથેનું તાદામ્ય જાહેર કરે છે. પરંતુ માનવમાં આ બધાં અંગો હોવા છતાં બીજાં કેટલાંક અંગે પણ છે, સવિશેષ તે એનામાં એક અગોચર, અદૃષ્ટ–આ બધાં અંગોને સંકલિત કરે એવી એક સંકલનશક્તિ છે. તર્કશાસ્ત્ર ભલે તકને માનવના વિશિષ્ઠ ગુણધર્મ તરીકે આલેખે, છતાં તકમાત્રથી માનવજીવન પર્યાપ્ત નથી. માનવજીવનનું હાર્દ તર્ક નથી, પરંતુ અનુભૂતિ છે. એ અનુભૂતિ તર્યાધીન નથી પરંતુ અંતઃકરણધીન છે. આમ, માનવની અંદર એક અંતર્યામી કે મહાન માનવ થાન ધરાવે છે. જેનું સૃષ્ટિના શ્રેષ્ઠની સાથે સાતત્ય છે. અને એ સાતત્ય પામવા માટે તર્ક એક સાધન નથી, કવચિત અવરોધક બને છે. માનવજીવનનાં વિવિધ અંગો પણ એની પ્રાપ્તિમાં સાધન સ્વરૂપે નહિ પરંતુ બહુધા વિના સ્વરૂપે જ અનુભવાય છે; અને એથી અંતઃકરણ માનવ, માનવીનાં બાહ્ય વરૂપી અંગો પર પ્રાધાન્ય પ્રાપ્ત કરી, અનુભૂતિના માર્ગે આગળ વધી, સુષ્ટિશ્રેષ્ઠ સાથે તાદાભ્યની પ્રાપ્તિ અર્થે પ્રયત્નશીલ રહે છે. માનવમાં રહેલ આ આધ્યાત્મિક અંશ કેટલીકવાર દેવી અંશ તરીકે પણ પ્રકટે છે. માનવના આ ઉચ્ચતમ અંશને પ્રાપ્ત કરવાને માટે તર્કના અંશથી આગળ વધવું માત્ર પૂરતું નથી, એ અંશ પ્રાપ્ત કરી શકાય એ માટે તે વચગાળે પ્રાપ્ત થતા નૈતિક અંશને સ્વીકાર કરવો જરૂરી બને છે માનવના જટિલ અસ્તિત્વ સ્વરૂપને આપણે નીચેના કોઠા પરથી કંઈક ખ્યાલ પામી શકીએ ?