________________ 1.1 શાશ્વત શું ? - સતત રીતે પલટાતા રહેલા સમગ્ર સંજોગોમાં, પલટાતા રહેલા માનવીને સદાયે કાળનો કોઈ એક સાથી ખરે ? પલટાતા રહેલા માનવના જીવન-પ્રવાહમાં કોઈ એક અંગનું સાતત્ય છે ખરું ? પલટાતી જીવનક્રમની ઘટમાળમાં માનવીને કદીયે સાથ ન છોડનાર કઈ સંગાથી ખરે ? આ બધા પ્રશ્નોને વિચાર કરીએ ત્યારે એ બધાયને ઉત્તર જે એક શબ્દમાં આપવાનું હોય, તો એમ કહી શકાય કે તે છે ધર્મ, સતત વહેતા કાળ-પ્રવાહમાં કેટલાય યુગે વહી ગયા, કેટલાયે રાજ્ય અસ્તિત્વમાં આવ્યાં અને નાબૂદ થયાં, કેટલીયે સંસ્કૃતિ વિકસી અને કરમાઈ અને એ બધા પલટાતા ક્રમમાં એક સાતત્ય રહ્યું કાળનું, અને બીજું સાતત્ય રહ્યું સામાન્ય સ્વરૂપે માનવનું. એ સામાન્ય માનવને, કે, વિશિષ્ટ રૂપે અસ્તિત્વ ધરાવતા વ્યક્તિગત માનવને સદાકાળને સાથી રહ્યો છે ધર્મ આથી જેટલો પરાણે માનવ-ઈતિહાસ છે, એટલે જ પુરાણે ધર્મને પણ ઇતિહાસ છે. અને - જેમ માનવ સમાજ અને માનવ પિતે કાળાનુક્રમે પલટાતા રહ્યા છે તેમ ધર્મ પણ પલટાતે રહ્યો છે. આમ બાહ્ય દૃષ્ટિએ પલટાતા માનવને પલટાતે ધર્મ કોઈપણ પ્રકારના સાતત્ય વિનાને અને તેથી સત્વહીન લગે એમ બને, પરંતુ એવી માન્યતા સ્વીકાર્ય નથી. ધર્મની સર્વશીલતા એની ગતિશીલતા સાથે સુસંગત હોઈ શકે છે. ધર્મોનું તુલનાત્મક અધ્યયન આપણને આ બાબતની પતીતિ કરાવે છે.