________________ ધર્મોનું તુલનાત્મક અધ્યયના માનવ અને ધર્મ અનાદિ કાળથી એકમેક સાથે ઓતપ્રોત થયેલા હોઈ એ બને વિષે મહત્ત્વની થોડી વિગત મેળવવી આવશ્યક બને છે ખાસ કરીને ધર્મોનું તુલનાત્મક અધ્યયન કરતા પહેલાં. ઉત્ક્રાંતિવાદે આપણને એ બતાવ્યું છે કે આજનો માનવ ઉત્ક્રાંતિના કયાં ક્યાં સોપાને વટાવી આજને તબકકે આવ્યો છે. એ સોપાનનું તાત્પર્ય બીજા અભ્યાસ-વિષયો માટે ભલે ગમે તે હોય પણ આપણું અભ્યાસ-વિષ્ય માટે એનું તાત્પર્ય એ છે કે માનવ એક વિશિષ્ટ પ્રકારનું અસ્તિત્વ છે. સમગ્ર સૃષ્ટિના મુકાબલે માનવ અસ્તિત્વને વિચાર કરીએ ત્યારે આપણને એ રસ્પષ્ટ થાય છે કે માનવ અસ્તિત્વ સૃષ્ટિના ઉચ્ચતર રતરે છે. સૃષ્ટિના વિવિધ વિષય વિભાગો આ રીતિ વિચારી શકાય ? ક. પદાર્થગત ખવનસ્પતિજગત ગ. પ્રાણી જગત ઘ. માનવજગત માનવ એટલે ? સૃષ્ટિક્રમની આ ગોઠવણીથી એ સિદ્ધ થશે કે પદાર્થજગત કરતાં વનસ્પતિ-- જગતને ક્રમ ઊંચે છે, એ બંને કરતાં પ્રાણીજગતને ક્રમ ઊગે છે અને એ બધાયે કરતાં માનવજગતને ક્રમ ખાસ ઊંચે છે. ગતિ, સભાનતા, સમજ અને તકને આધારે તથા એના આધિપત્ય અનુસાર આ ક્રમ-ઠવણ પ્રાપ્ત થઈ છે. એમ કહેવાયું છે કે સમગ્ર સૃષ્ટિમાં માનવ કરતાં કંઈ મહાન નથી, અને માનવમાં એના મન કરતાં કંઈ મહાન નથી. આ કથનની યથાર્થતાની તપાસ એ આપણું ક્ષેત્ર બહારની વાત છે. પરંતુ એમાંથી કેટલાક પ્રશ્નો ઉપસ્થિત થાય છે. શું સૃષ્ટિમાં ખરેખર માનવી શ્રેષ્ઠ છે ? માનવીને એટલું આધિપત્યભર્યું સ્થાન આપવું ઉચિત છે? માનવમાં રહેલું મન શું ખરેખર શ્રેષ્ઠ છે ?" માનવનું અથાણું કરતાં એનામાં કોઈ વિશિષ્ટ પ્રકારનાં અંગેનું દર્શન પ્રાપ્ત