________________
વિશ્વ ઈતિહાસનાં બેવાઈ ગયેલાં બે પ્રકરણે
૬૫ માણસે જીવતાં હતાં. વચમાં દેખાય છે તે મેટા રસ્તા પર મેહે જો–દડેના એ અજ્ઞાત નગરનાં નાગરિકે માટે ઉત્તરના રસ્તા પરથી ઊટેની વણઝાર માલ સામાન ભરીને ચાલી આવતી હતી. એ રસ્તા પરથી વહેતી વણઝાર ઊંચી નીચી ઝૂલતી ચાલી આવતી દેખાતી હતી ત્યારે ત્યારનાં નાગરિકે આનંદથી સ્મિત કરતાં કહેતાં હતાં, “એ આવે પેલી ઊંટ સરિતા, ઊંચી નીચી ઊછળતી.” અને દક્ષિણના મહાન ઘાટ પરથી કોટમાં બંધાયેલી ઘંટડીઓનું મધુર ગીત ગાતી હાથીઓની લંગાર પણ આ તરફ વહેતી હતી. ગરમ અને ભીનાશવાળા પ્રદેશ માંથી મહેંજો દડોનાં એ નાગરિકે માટે એ ભાતભાતના માલ સામાન લઈને આવતી હતી.
હજારે વરસપરનું આપણું ધરતીપરનું નાગરિકોનું નગર આજે જીવતું થઈ ગયું છે એમ ધારીને જરાક જુઓ તે નગરની અંદરની હલચલ કેવી મચી છે! સ્ત્રીઓ અને પુરુષોએ કાપડનાં કપડાં વીંટળ્યાં છે. એમનાં શરીર પર સોના, ચાંદી અને હાથી દાંતનાં ઘરેણાં શોભે છે. પેલા સૈનિકે કૂચ કરતા ચાલ્યા જાય છે. એમના ખભા પર ફરશીઓ છે. એમના હાથમાં ગદા છે અને ભાલા છે. કેટલાક પાસે તે તીર કામઠાં પણ છે. હજુ એમની પાસે લેઢાની તલવાર નથી આવી. હજુ એમના કારીગરોને લેખંડ ઘડતાં નથી આવડતુંએ બધા સંસ્થાગાર તરફ જાય છે. ત્યાં સંસ્થાગરમાં એમનું વૈરાજ્ય સભા ભરે છે.
અહીને વેપારી સમાજ, રાજા વિના પિતાની સંસ્થા અથવા સંસદ મારફત રાજ્ય ચલાવે છે. સૈનિકે પણ સભામાં હાજર રહે છે. *
મેસોપોટેમિયા અને બેબિલેનિયાથી આવેલા વેપારીઓ સાથે કંઈ ચર્ચા કરવાની હશે. ચર્ચા પછી મુદાઓ તરીકે નક્કી થયેલી વાત કરાર બનીને લખાશે. એમને તે લખતાં ય આવડે છે. કરાર પર લગાવવાના સિક્કા પણ એમણે તૈયાર કર્યા છે.
પેલાં તે જુઓ! મોહેંજો દડેના અજ્ઞાત નગરનાં એ દીકરા દીકરીઓ છે. આજે વેપારી સમાજમાં એ બેટા બેટીઓને નિશાળે જવાની રજા હશે એટલે એ બધાં સંધ સ્નાનાગારમાં જલ વિહાર ગયાં હતાં. કે ભવ્ય આ સ્નાનાગાર છે ! નાહ્યા પછીના પાણીને બહાર કાઢવાની ગટરો પણ અહીં બંધાયેલી છે. નવું પાણી લાવવાની પણ અહીં કરામત થઈ છે.”
હવે આ બધાં ઘેર જાય છે. સંસ્થાગારનું કામકાજ પતાવીને એમના બાપાઓ પણ આવી પહોંચવાના. એમના ઘરની અંદર પકાવેલી રસોઈની વાનગીઓ, માટીનાં સ્વચ્છ સુંદર પકવેલાં વાસણમાં પીરસાવવાની છે. ખાઈપીને અંદરના ઓરડાઓમાં એ બધાં આરામ કરવાનાં છે.