________________
પ્રાચીન ભારતીય સસ્કૃતિનું રેખાચિત્ર માનવમતાના પહેલા સઘ.
આ સંધના સભ્યપદ માટે સ ન ગુલામ, દેવાદારા, માલિકા, મજુરા, શુદ્રો, બ્રાહ્મણા, વેશ્યાએ સૌ કાઈ મનુષ્ય મનુષ્ય વચ્ચેના ધર્મ અથવા સવાધની ઈચ્છાવાળાં પ્રવેશી શકતાં. આઠ વરસની વયવાળાં માટે વડીલની પરવાનગી સંધમાં પ્રવેશ માટે જરૂરી હતી તથા તેમને માટે વીશ વરસની વય સુધી અભ્યાસ કરવાનુ જ ફરજીયાત હતું. આ સંધમાં પ્રવેશનારે પીળાંવસ્ત્ર પરિધાન કરવા સિવાય બીજો કાઇ વિધિ કરવાના નહાતા. આ સંજીવનમાં પ્રવેશ કરનાર ગમે તેટલા સમય સંધમાં રહી શકે અને ઈચ્છા થાય ત્યારે સંધને છેડી શકે, પરન્તુ સંધમાં રહે ત્યાં સુધી તેણે સંધના માનવસમુદાયના સેવાધમ પાળવા પડતા. માનવધર્મના પહેલા સામાજિક સંધ પવિત્રતા અને ગરીબાઈની પ્રતિજ્ઞા લેતા હતા. પણ આજ્ઞાધારતા નામનું ગુલામવ્રત, આ સંધે નૈતિક નમુના બતાવીને પોતાના જીવન વ્યવહારમાંથી રદ કરી નાખ્યું હતું. સમાન માનવાને આ સંધ હતા. આ સમાન માનવા એક બીજા તરફ માનભાવથી જ વંતાં હતાં પણ અંધ આજ્ઞાધારકતાને અહીં સદગુણ લેખવામાં નહેાતા આવ્યા.
એટલે જ આ સધની ઘટનામાં કાઈ નુ : સૌથી ઉંચુ અધિકારપદ હતું જ નહીં. સૌથી મુખ્ય અધિકારી માનવધર્મના વ્યવહારના સિધ્ધાંતને હતા. સધની આવી ધટના સર્વાંગી લેાકશાહી ધટના હતી. તેથી આ ઘટનાની કાર્યવાહી પરના અધ્યક્ષપદ પર કાઈ ની નિમણુક થતી નહીં પણ માતા સધ પેાતાના મતવડે ચૂંટણી કરીને પોતાના અધ્યક્ષની નિમણુક કરતો. સધનું દરેક એકમ રાજના વ્યવહારની દારવણી માટે પણ સમિતિને ચૂંટવું, સમિતિએ અને અધ્યક્ષો સમયે સમયે બદલાતાં અને મૂખ્ય કાર્યની યેાજના સામાન્યસભા નક્કી કરતી.
૧૧૭
વિશ્વા ધ્રુત્વના આવા વ્યવહારરૂપને નૂતનધર્મ ભારતની ધરતી પર એક નાનકડા પ્રયાગ બનીને દીપી ઊઠ્યા. આ દિપ્તિનું પ્રકાશનરૂપ ભારતીય સમાજ ઘટના જીરવી શકી નહીં અને બ્રાહ્મણ હકુમતના ભયંકર અધકાર આ દીવા પાછળ ઘેરાવા માંડયા. પરંતુ માનવજીવનના વ્યવહારમાં પ્રગટેલે આ દીવડા, ખૂઝાયા વિના, આખા એશિયાભરમાં ઉજાસ કરવા માંડયા તથા ઇઝરાઇલની નીતિમત્તામાં, ગ્રીસની ન્યાય સમતામાં, અને રામનાં ગુલામેામાં આવતીજતી નૂતન ભાન દશામાં આંતરરાષ્ટ્રિયરૂપ ધરીને પ્રકાશવા માંડયો. વિધઇતિહાસનું' સંસ્કાર સ્મિત
ગૌતમની આ યુગ પ્રવતક વિચારણા ભારતની ભૂમિ પર જન્મ પામીને, એશિયાભરમાં ફેલાઇ ગઈ. આ વિચારણાને જમીન સાથે જડી રાખવા અશાકે