________________
૫૩૬
વિશ્વ ઇતિહાસની રૂપરેખા
વિરાટ બનાવીને ધરી દેતા હતા. અમારા રાષ્ટ્રનેે ઇતિહાસ વિશ્વના ઇતિહાસમાં પ્રવેશ કરે છે. એમ કહીને ગાંધીજીએ આ મહાન રાષ્ટ્રના ઇતિહાસનું પ્રકરણ સંસ્કૃતિના જીવનમાં નવેસરથી લખવાને ચાકડા ફેરવવા માંડયા હતા.
શાહીવાદી કાનુનના શાહી ઇન્સાફી તખ઼ને હચમચાવી નાખનારા અને શાહીવાદી કારાગારનાં કમાડ ખાલીનેસંસ્થાન બનેલા ગુલામ જગત માટે વિમુક્તિને અનાહત નાદ ઉચ્ચારનારા સીધા, સાદા અને સરળ એવા ગાંધીજીના શબ્દો કહેતા હતા, “ અસહકાર અને સવિનય ભંગવડે મને લાગે છે કે મેં હિંદ અને બ્રિટન બન્ને રાષ્ટ્રાની સેવા બજાવી છે.”
શી હતી આ સેવા? આ સેવાની ઐતિહાસિક બજવણીનું રૂપ એ એ રાષ્ટ્રા વચ્ચેના પરસ્પરની વિષમ સ્થિતિવાળા સબધાને ખતમ કરીને સંસ્થાનાની વિમુક્તિના સવાલને શરૂ કરવાની હતી. વિમુક્ત સંસ્થાના એટલે શાહીવાદની પકડમાંથી એશિયા આફ્રિકાના દેશની વિમુક્તિ હતી. આ વિમુક્તિનું સ્વરૂપ જ રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચે સમાન અને ખીનદરમ્યાનગીરીવાળા આંતરરાષ્ટ્રિય સબંધ આખા જગતને માટે બાંધી શકે તેમ હતુ.
આ ગઇ કાલનાં ગુલામ રાષ્ટ્રા વિશ્વનેા સાથી મેાટા વિભાગ હતો. આ રાષ્ટ્રો વિમુક્ત ન બને ત્યાં સુધી વિશ્વની સંસ્કૃતિ એક બની શકે તેમ નહેતુ. આ રાષ્ટ્રો વિમુક્ત ન હોય તે જગતને ઇતિહાસ, વિશ્વતિહાસની વિમુકિતનું રૂપ ધારણ કરી શકે તેમ નહેતુ. આ રાષ્ટ્રો વિમુક્ત અને ત્યારે જ જગતના કારભાર એક જગતના સંસ્કારી અને વિશ્વ-શાંતિવાળા વ્યવહાર બની શકે તેમ હતું.
અમેરિકા ખંડપરના, યુ. એસ. નામના એક વિભાગના આંતરકલહ પછી,
દુનિયાનાં નવાં રાજ્યબંધારાવાળી સરકારામાં સૌથી લાંબા સમયથી ચાલ્યા આવતા એક જ જાતના અને નહીં બદલાયેલા એવા રાજા ધારણવાળી સરકાર અમેરિકન ફીડરલ સરકાર છે. આ સરકારમાં જોડાયેલાં સંયુક્ત સંસ્થાનાની તે બનેલી છે. આ દરેક સ ંસ્થાન સ્વતંત્ર એવું સંયુકત સરકારનું એક એકમ છે. આ સંસ્થાના અને મધ્યસ્થતત્ર વચ્ચેના મતભેદો હજી શમ્યા નથી.
ઇ. સ. ૧૮૧૨ના યુદ્ધ માટે કેટલાંક સંસ્થાનાએ પોતાનાં લશ્કા આપવાની ના પાડી હતી અને ન્યુ ઈંગ્લેંડ તે ફેડરલ સરકારમાંથી મુક્ત થઇ જવાના વિચાર પણ કરતું હતું.