________________
પહેલા વિશ્વયુદ્ધ પછીનું યુરોપનું રાજકારણ
૫૬૫ તેની સાથે સાથે જ શાહીવાદી સરકારી પદ્ધતિ અને જીવનપદ્ધતિને પિતાના રાષ્ટ્રમાંથી અંત લાવીને આંતરરાષ્ટ્રિય ક્રાંતિ કરી. આ ક્રાંતિનું રૂપ આંતરરાષ્ટ્રિય એટલા માટે બન્યું કે તેણે વિશ્વના ઈતિહાસમાં પહેલીવાર પિતાના દેશમાં મૂડીવાદી અથવા શાહીવાદી જીવનપદ્ધતિને પહેલીવાર અંત આણે. આ રીતે માનવજાતના જીવનમાં પહેલી વાર જીવનવ્યવહારને કાનૂન મૂડીવાદને નહીં, પરંતુ સમાજવાદી બન્યા.
ફ્રેચક્રાંતિ પછીને, વિશ્વ ઈતિહાસને ઈ. સ. ૧૯૧૭માં બનેલે આ બનાવ વિશ્વ ઈતિહાસમાં સૌથી વધારે અગત્યના વિશ્વ બનાવ તરીકે અંકાઈ ગયે. વિશ્વક્રાંતિને એ જ અગત્યને બનાવ ઈ. સ. ૧૭૮૯માં ઇંચ ક્રાંતિ નામને બન્યું હતું. જગત ભરના વન વ્યવહારમાં જીવતરની પ્રથાને ન ચીલે પાડી દે તેવો તથા જીવનનાં મૂલ્યને નવો ઓપ આપી દે તેવો બનાવ જ્યારે ફ્રેંચ ક્રાંતિ નામને બન્યું હતું, ત્યારે તેના તરફ જેવી સ્તુતિ અને નિંદાનાં તેફાને ઉઠયાં હતાં તે જ ઝંઝાવાત આ ક્રાંતિ સામે શરૂ થઈ ગયું. ઇંગ્લેન્ડ, ફ્રાંસ, અમેરિકા, નામના શાહીવાદી દેશની સરકારનાં લશ્કરો આ ક્રાંતિને આરંભમાં જ કચડી નાખવા દેડવા માંડ્યા હતાં, પરંતુ ભરતીના પાણીને જેમ સાવરણથી વાળી શકાય નહીં તેમ શાહીવાદી જગતનાં આવા પ્રયત્ન ધૂળમાં રગદોળાઈ ગયા. અને રશિયાની ધરતી ઉપર માનવ જાતનાં જીવતરની ઉષાએ નવાં મંડાણ માંડી દીધાં
આ નવા જીવનને ભગીરથ શ્રમ ખેડવાનું કામ નૂતન રૂસનાં માનવ સમૂદાયે શરૂ કર્યું. વિવઈતિહાસના આ પ્રચંડ શ્રમકાર્યને આગેવાન લેનિન નામનો હતે. અવિરત કાર્યમાં થાક પાક્યો અને ઘવાયેલે એ ઈ. સ. ૧૯૨૪માં મરણ પામે ત્યારે રૂસી માનવીનું પેલું વિરાટ કાર્ય હજુ તે શરૂ જ થયું હતું. આ કાર્યને આગળ ધપાવવા માટે લેનિનનાં સાથીદારે આગળ આવ્યાં, તેમાં એક પ્રેટિસ્કી અને બીજો સ્ટાલીન હતો. ટ્રેટિસ્કા મધ્યમ વર્ગનાં એક યહુદી કુટુંબને જન્મીને વિદ્યાપીઠનું શિક્ષણ પામેલું હતું. અને સ્ટાલીન મજૂર વર્ગમાંથી જન્મેલે તથા ક્રાંતિના પિલાદી માનવ તરીકે ઉપનામ પામેલો લેનિનને ભેરૂબંધુ હતે. ટ્રેટસ્કીને ક્રાંતિને ખ્યાલ એ હતો કે રશિયામાં શરૂ થયેલી ક્રાંતિને દુનિયા ભરમાંથી મૂડીવાદને નાશ કરવા ફેલાવવા માંડી. સ્ટાલીનને ક્રાંતિને કાર્યક્રમ જુદો હતો. એ માનતા હતા કે રશિયામાં શરૂ થયેલી સામાજિક ક્રાંતિને રશિયામાં જ પગભર બનાવીને રશિયાના જીવતરમાં જ ક્રાંતિની રચનાનું પિલાદી ચોકઠું
ચી દેવું, તથા રશિયામાંથી બીજા દેશો પર ક્રાંતિનું આક્રમણ કરવા નીકળવું નહીં. લેનીન અને સ્ટાલીનના આ વ્યવહારૂ કાર્યકમને રવીકાર થયો. એની વિશ્વ ક્રાંતિની આંતર રાષ્ટ્રિય સામાજિક તને પહેલે પ્રકાશ પાડનાર રૂસ દેશ “ લીગ ઓફ નેશન્સ” નામની સંસ્થાને સભ્ય પણ બન્યા.