________________
પહ૩
બીજા વિશ્વયુહનું વિહંગાવલોકન એક દેશો ફરીવાર પતન પામ્યા અને રંગુનથી ભારત પર ઉતરી આવનારા જાપાની આક્રમણની ઘડીઓ ગણાવા લાગી. યુરોપનાં પૂર્વકમાડપરનો સેવીયેટ રૂસ
યુરોપ પર નિર્ણય કરીને રશિયા પર આક્રમણ કરવાનો મુલતવી રખાયેલ આખરી દિવસ હવે આવી પહોંચતો હતો. હિટલરે વિશ્વયુધ્ધનો પહેલોકદમ એસ્ટ્રીયાને ખાલસા કરીને ઉપાડ્યો હતે. ઈ. સ. ૧૯૩૯ના માર્ચમાં એણે બીજો પગ કોલેવાકીયાપર ગોઠવ્યું હતું. આ પછી તરત જ એણે મેમેલને પ્રદેશ કબજે કર્યો હતે. પછી ૧૯૩૯ના સપ્ટેમ્બરના પહેલા દિવસે પિલેન્ડપર આક્રમણ કરીને એણે રૂસદેશની સોવિયેટ તાકાતથી ડરીને, તેના પર આક્રમણ કરવાની તારીખ આખા યુરેપને કબજે કર્યા પછી નક્કી કરી હતી.
હવે આખો યુરોપ એના આક્રમણ નીચે પતન પામેલે પડયો હતે. ડેનમાર્ક અને નરેને એણે ૧૯૪૦ના એપ્રિલ મહિનામાં કબજે કર્યા હતા, અને પછીના બેજ મહીનામાં એટલે મે અને જુનમાં હોલેન્ડ, લુબ, બેલજીઅમ, અને ફ્રાન્સ એના આઠમણે નીચે પટકાઈ પડયા હતા. પિતાના ટાપુની સુરક્ષિતતામાં સંતાયેલા બ્રિટનપરની લડાઈ એણે શરૂ કરી દીધી હતી, તથા ૧૯૪૧ના જુનના આરંભ સુધીમાં, બલગેરીયા, યુગોસ્લાવીયા, રૂમાનીયા અને ગ્રીસ પણ પટકાઈ પડ્યા હતા. યુરેપરને નિર્ણય એણે મેળવી લીધો હત અને ઈટાલી તથા જાપાને, આફ્રિકા અને એશિયા પર આક્રમણ આરંભી દીધાં હતાં. ત્યારે યુરોપખંડને એ એક જ દેશ પતન પામ્યા વિનાને અણનમ ઉભો હતો. આ એક દેશ સેવિયેટ રશિયા હતે.
યુરેપના આ પૂર્વ સિમાડા પરના આક્રમણની તારીખ હવે આવી પહોંચી. હવે હિટલરનાં આક્રમણ યંત્રોમાં આખા યુરોપનાં લશ્કરે, શસ્ત્ર સાધને, અને સામગ્રીઓ ઉમેરાયાં, હતાં. હવે સોવીયેટ દેશની બધી સરહદ પર એને વિજયી રણથંભ રોપાઈ ગયા હતા. હવે રૂસ પર ચઢયા વિના ચાલે તેમ નહોતું એટલે અચાનક એવી નાઝી આક્રમણની જાહેરાત દુનિયાએ આઘાત પામીને સાંભળી. ઈ. સ. ૧૯૪૧ ના જૂનના ૨૨ મા દિવસે નાઝી સમાચાર સંસ્થાઓએ જાહેર કર્યું, “અમે સેવિયટ રશિયાપર આક્રમણ શરૂ કરીએ છીએ”
નાઝી આક્રમણના ઝંઝાવાત રૂસી ધરતી પર સંહારનાં તેફાન બનીને, યુદ્ધ યંત્રોના સૂસવાટ નીચે ધરતીને ધમધમાવતાં નીકળી પડયાં. પતન પામેલા યુરોપ, સ્ટાલીનઝાડ પર મહાસંગ્રામ
આ મહા ભયાનક આક્રમણના ધસારાએ બલીનથી ઉપડતા હોય તેમ, નાઝી યુદ્ધરાક્ષસના પંજાની ચાર આંગળીઓ બનીને ચાર દિશામાં