Book Title: Vishva Itihasni Ruprekha
Author(s): Chandrabhai Bhatt
Publisher: Chandrabhai Bhatt

View full book text
Previous | Next

Page 813
________________ ૭૨ વિશ્વ ઇતિહાસની રૂપરેખા સંહારની આગ ફેલાઇ ગઈ. આ આગની જવાલાએને પીતા અને પ્રજળતા ગાંધીજીના રાષ્ટ્ર જીવ પોતાના આશ્રમવાસીઓને કહેતા હતા,આ અગ્નિઝાળને ખૂઝવવા, ક્લિમાંથી વૈરવૃત્તિ જે શમાવી શકે તેનાં જ બલિદાન, કામ આવશે. આવાં અલિદાન માટે, વેદી પર પહેાંચી જવાની જેની ઉમેદ હાય તે તૈયાર થાય ! " જવાહરલાલ સાથે ગાંધીજી પેાતાના કાર્યક્રમની મસલત કરતા, અરણ્ય રૂદન જેવા અવાજમાં વલોવાઈ જતા દિલની યાતના કહેતા હતા, “કૈમવાદનું ગાંડપણુ આખા રાષ્ટ્ર પર પથરાવા માંડયું છે. ભલભલા આ ઉન્માદમાં સપ ડાવા માંડયા છે. તેઆખલીના સમાચારે મને હચમચાવી મૂકયા છે. સેવાગ્રામ જવાના મારા કાર્યક્રમ રદ કરીને હું ત્યાં નં છું જ્યાં, માનવ સહારે માઝા મુકી છે” કેવું ભયાનક આ દન હતું ! કેવા જવાબ માગતા આ રાષ્ટ્રની ભૂમિ પરને દાવાનળ દેખાતા હતા ! શાહીવાદ જતા હતા પણ જતાં જતાં એણે આજ સુધી અખત્યાર કરેલી ભાઇ ભાઇમાં ભેદ પડાવવાની અને આંતર કલહને જલતે રાખીને આ ભૂમિ પર શાસન કર્યો કરવાની રાજનીતિની ભયાનક આગને એ આઝાદીની રચનાની અંદર જ ચાંપી જતા હતા ! એને અહિંસાથી હાલવવી પડશે. શાહીવાદે આઝાદીમાં દીધેલી પેાલીસ, કે લશ્કર કે તેાકરશાહી તે નહી’કરી શકે. હીંસાનું ક્રિયાવિધાનજ તે તો કરી શકે છે.’' ગાંધીજીનું મનેામંથન શરૂ થઇ ગયું. આજના કાર્યક્રમની વિકરાળ દશા પર વિદ્વવલ બન્યા વિના, એ તપસ્વીની નજરમાં આર્દ્ર દૃષ્ટિ ઉભરાવા માંડી. આ નજરની એક પાંખ આવતી જ કાલના કાર્યક્રમ પર મંડાઇ હતી, ખીજી પાંખ, આઝાદીના સંરક્ષણ માટે, શાહીવાદી લશ્કરવાદ સાથેની કાઇ પણ સંધિના અસ્વીકાર કરતી, રાષ્ટ્રના અંદરના સહકાર, સહચાર વચ્ચેની બળજબરી જેવી દરમ્યાનગીરીને ઇન્કાર કરતી હતી. આ ભવ્ય નજરની એક પાંખ આજના જ વ્યવહાર માટે ઉત્સુકતાથી ઉડવા માંગતી હતી પણ ખીજી પાંખનું આખર દર્શન પણ અનંત ભાવીને આવરી લેતું એક સાથે ઉડ્ડયન કરતું હતું. આ નજર એકધારી કયારની ય કામ કરવા મંડી હતી. ગાંધીજીએ એટલે જ આઝાદી દેવા આવેલા કૅખીનેટ મીશનને સાફસાફ કહી દીધું હતુ` કે “ અમારે આઝાદી લેવાના વચલા ગાળામાં કે આઝાદી પછી, અમારા અંદરના બચાવ માટે કે બહારના આક્રમણના સામના માટે, તમારી કોઈપણ જાતની લશ્કરી સહાયતાર્ની જરૂર નથી. તમારી સહાય કામકેામ વચ્ચેની ભેદનીતિને વધારશે. તમારી લશ્કરી મદદ, આ એક રાષ્ટ્રના ટુકડા કરશે, અને એ ટુકડા

Loading...

Page Navigation
1 ... 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824 825 826 827 828 829 830 831 832 833 834 835 836 837 838