Book Title: Vishva Itihasni Ruprekha
Author(s): Chandrabhai Bhatt
Publisher: Chandrabhai Bhatt

View full book text
Previous | Next

Page 824
________________ શાંતિમય સહઅસ્તિત્વની વિશ્વ-ભુમિકા યુરોપના સામ્રાજ્યવાદનું હિત હતું. એ માનવ વિરાટનું શોષણ એ ઉંધતા હોય ત્યાં સુધી જ થઈ શકે તેમ હતું. શાહીવાદે આ અચેતન અને નિદ્રાધીન માનવવિરાટનું શોષણ શરૂ કર્યું". આ વિરાટના કલેવર પર શેષણના ડ ંખ, રામેરામે વળગી પડયા. રામે રામ પર વેદના અને યાતના ભર્યાં એ જાગવા માંડયા. પહેલા વિશ્વયુદ્ધના અંત પહેલાંથી ઓગણીસમા સૈકાની અધવચમાંજ એ સળવળતા હતા. પછી જાગવા પહેલાનું એણે આળસ મરડયું અને સામ્રાજ્યવાદી શોષણની ઢાલ બનીને, આ મહાન દેશપર બેઠેલી મચુ શહેનશાહત આ વિરાટના કલેવર પર ઉગી હતી તે મૂળમાંથી ઉખડી પડી. હવે ચીન પર સૈકા સુધી, જીવનનાં અંગે અંગને જકડી લઇને, ચીની વિરાટના કલેવરપર અનેક બંધના બનીને ચેટી ગયેલી આ રજવાડી જાળના બાંધા પેલા વિરાટે આળસ મરડીને તેડવા માંડયા. એવું આળસ મરડવાનું કામ હજુ ચાલુ જ હતું. “આખા એશિયા હવે આળસ મરડીને ઉડવા માંડયા છે.' એમ કહેતા, લેનીન, ઇ. સ. ૧૯૨૩ માં મરણ પામતી વેળાએ પણુ, વિશ્વની વિમુક્તિના પ્રાણના ધબકારા ગણુતા, વિશ્વઇતિહાસના ઇન્સાફી તખ્તપર વિમુક્ત રાષ્ટ્રોની નૂતન ઝલક દેખતા હતા. ૯૯૩ ત્યારે એશિયન વિમુકિતના પાયાના સત્યનું સંશોધન કરતા હોય તેવા એક ચીની જૂવાન, ઇ. સ. ૧૮૯૩ માં હુઇન પ્રાંતના એક ગામડાના એક ગરીબ ખેડુતના ઝુ ંપડામાં જન્મીને, લેનીન અને માર્કસના અભ્યાસ કરવા મચી પડયા હતા. ઇ. સ. ૧૯૨૪ માં, એ કયામીનટાંગની મધ્યસ્થ સમિતિના સભાસદ બની ચૂકયા હતા. ચીનના સામ્યવાદી પક્ષનેા એ આગેવાન હતા. ચીનના ઈ તિહાસના અભ્યાસના પદાર્થ પાઠે જ્યાં ક્રિયાશિલ બન્યા હતા તે ચીની ઇતિહાસના વિમુકિતના એકમનું નામ, શાઓ–શાન હતું. શાઓ, શાન, ચીની ધરતીપરનાં લાખા ગામડાંએમાંનુ એક ગામ હતું. આ ગામમાં એ જનમ્યા હતા. આજે ચીની ગ્રામ ઘટક પર એની નજર ઠરી હતી. ગ્રામ ઘટકના સવાલ ચીની ઇતિહાસને સવાલ હતા, એમ એ સમજ્યા.” આ ગ્રામ ઘટકના સવાલના ઉકેલ આણવાના રસ્તાજ ચીની વિમુકિતના રસ્તા છે એમ એને સમજાયું. એણે જાહેર કર્યુ” કે, ચીન અને સમસ્ત એશિયા ખંડની વિમુકિત લાવનારી ક્રાન્તિના ઐતિહાસિક સવાલ, ગ્રામ–ધટકના, ખેડુતના સવાલના ઉકેલ વડે જ ઉકેલી શકાશે અથવા સફળ બનાવી શકાશે.” એમ એણે જાહેર કર્યુ”. એશિયન વિમુક્તિના આ દ્રષ્ટ ચીની ધરતી પર જન્મેલા, ચીની ક્રાન્તિ અને વિમુક્તિના આગેવાન બનેલા, આ, માએન્ટ્સે તુંગે, ચીનના અભ્યાસ શરૂ કર્યો. એણે કહ્યું કે, ચીનની લાક

Loading...

Page Navigation
1 ... 822 823 824 825 826 827 828 829 830 831 832 833 834 835 836 837 838