________________
શાંતિમય સહઅસ્તિત્વની વિઝવભૂમિકા
૭૯૦ વિશ્વયુદ્ધોનાં વિશ્વવ્યાપી તેફાનના ઝંઝાવાત વાઈ ગયા પછી, એની એજ
આપણી પૃથ્વી પિતાની કાયા પર કેવાં નવાં નવાં રૂપ ધારણ કરીને વિમુક્ત રાષ્ટ્રોની ધારિત્રિ બનવા માંડી હતી! હવે કવિતામાં ગવાએલા પૃથ્વીને એ ગોળાને કવિતામાં લખ્યા પ્રમાણે ગમે ત્યાંથી ફેરવે તે શું દેખાય છે! કોઈને કોઈ રાષ્ટ પર વિમુક્ત બનતા માનવ સમુદાયો, ગમે તે પટ પર આખી પૃથ્વી પર, વિમુ ક્તિની હિલચાલ જોવે છે અને એકવાર આખી પૃનીને ગળી ગએલા સામ્રા
જ્યવાદની હરતીને પિત પિતાને ત્યાથી મિટાવી દેતા, સમસ્ત વિશ્વની એક અને શાંતિમય માનવ જાતની વિશ્વશાંતિ અને વિશ્વ એકતાની છબીમાં પિત પિતાની પિંછીઓ લઈને વિશ્વશાંતિ અને વિશ્વસંસ્કૃતિનું રૂપ મઢવા આ નૂતન રાષ્ટ્ર મચી પડ્યા છે. આવા નુતન સર્જનમાં વિશ્વશાંતિની ઘટના ઘડવામાં સૌએ સર્વસામાન્ય એવો વિમુક્તિને પાયે સ્વીકાર્યો છે. વિધઈતિહાસનું નૂતન મૂલ્ય, રાષ્ટ્રોનું શાંતિમય સહઅસ્તિત્વ અને સાર્વભૌમત્વ
રાષ્ટ્રિયતા, અથવા રાષ્ટ્રિય અસ્મિતાના સ્વરૂપ, એશિયાનાં રાષ્ટ્રોમાં પ્રથમ ઉદભવ, પહેલા વિશ્વયુદ્ધ પછી શરૂ થયો. વિશ્વઈતિહાસમાં એશિયા આદિકામાં, દેખાવા માંડેલી આ અસ્મિતાનું રૂપ, રાષ્ટ્રિય આંદલનનું બન્યું. રાષ્ટ્રીય આંદેલનનું આ સ્વરૂપ, પરદેશી શાસન અધિકાર સામેની હિલચાલવાળું થયું. આ હિલચાલનું રૂપ, લેકશાહીવાળી રાષ્ટ્રીય સંસ્થાઓએ ધારણ કર્યું. એશિયા આફ્રિકાનાં રાષ્ટ્રોમાં જન્મ પામતી આ નવી અસ્મિતાનો આરંભ આ રાષ્ટ્રોની અંદર, તેની પલટાવા માંડેલી, રજવાડીજીવન દશાના અતે લીધે હતું. આ પલટાનું મુખ્ય કારણ, આ રાષ્ટ્રોપરને શાહીવાદી શેષણ-અધિકાર પણ હતા. શોષણના આ સ્વરૂપે, પિતાના શેષક વ્યવહારની જરૂરિયાતમાંથી જ, પરાધીન રાષ્ટ્રોની અંદરની રજવાડી જીવનપ્રથા, બદલવાના પ્રવાહ શરૂ કરી દીધા હતા. આ ઉપરાંત, આ પલટાનું બીજું કારણ, એશિયા અને આફ્રિકાનાં તમામ પરાધીન રાષ્ટ્રો પર બહારથી પણ બીજું એક કારણ આ પ્રગતિ માટેના પરિવર્તનની અસર પેદા કરતું હતું. બહારથી થતી આ પ્રવર્તક અસર, પહેલા વિશ્વયુદ્ધ પછી, વિશ્વ ઈતિહાસમાં પેદા થએલા અને પગભર બનતા, રશિયન સમાજવાદની જીવનઘટનાની અસર હતી. આ અસર, આખા જગતનાં રાષ્ટ્રોમાં ક્રાન્તિકારી આંદલોને, આંતરરાષ્ટ્રિય રીતે. સૌ રાષ્ટ્રોના સિમાડા પર પહોંચાડી શકી હતી. આ પ્રમાણે અંદર અને બહારનાં આ કારણોની અંતર્ગત બનતી અસરે, શાહીવાદને નાશ માગનાર અને વિમુક્ત બનવાની હિલચાલ