________________
શાંતિમય સહઅસ્તિત્વની વિવ-ભૂમિકા
૭૭. જેવા હિંદ–ચીન, સેવીયેટ દેશ, આઝાદ બાલ્કનદેશે અને લેટીન અમેરિકી પ્રદેશના કામદાર સંઘે બીજા સંગઠને સાથે સંપૂર્ણ લોકશાહીની રીતે નવી ઘટનામાં ઉમેરાય.
એ સંપૂણ લેકશાહી બંધારણમાં વિશ્વ શ્રમમાનવના સંઘની એક અને અતૂટ એવી એકતા બંધાઈ. ગમે તે વિશાળ અને મજબુત ટ્રેક્યુનીયનવાળો કોઈ પણ એક દેશ પિતાની વિશાળ સંખ્યાના બળથી આખા વિશ્વસંધ પર બહુમતિનું વજન ન લાદી શકે તેવું બંધારણું બનાવવામાં આવ્યું. એ બંધારણ પ્રમાણે ત્રણ કરોડની સભ્યસંખ્યાવાળા સોવીયેટ દેશના યુનીયનને ૪૨ પ્રતિનિધિઓ અને ૨૦૮ મત મળતા હતા તથા સિત્તેર લાખની જ સભ્યસંખ્યાવાળા બ્રિટીશ
યુનીયનને એ બંધારણ પ્રમાણે વીસ પ્રતિનિધિઓ અને ૧૨૦ મત મળતા હતા, અને સી. આઈ એની સાઠ લાખની સભ્ય સંખ્યાના ટ્રેડ યુનીયન સંધને ૨૨ પ્રતિનિધિઓ તથા ૧૧૦ મત મળતા હતા. એ રીતે બ્રિટીશ ટ્રેડ યુનીયન અને સી-આઈ-ઓ જેવાં બે ટ્રેડ યુનીયનો જ ભેગાં મળીને ત્રણ કરેડની સભ્ય સંખ્યાવાળા સેવીયેટ ટ્રેફ્યુનીયન સંઘના ૪૨ પ્રતિનિધિઓ અને ૨૦૮ મતની સામે ક૬ પ્રતિનિધિઓ અને ૨૩૦ મતે મૂકી શકતાં હતાં. બંધારણના લેકશાહી શિરસ્તા પ્રમાણે મધ્યસ્થ કમિટિના સભ્યો મુખ્ય મંત્રીને ચુંટતા હતા અને પરિષદની રાહ જોયા વિના દર બે વરસે ન મંત્રી ચુંટી શકાતે હતે.
આ બંધારણ પ્રમાણે શ્રમમાનના વિશ્વસંઘને પહેલે મહામંત્રી ફ્રેંચ કામદારને આગેવાન અને ફ્રેંચ રાષ્ટ્રના ફાસીવાદ વિરોધી મોરચાના પ્રમુખ લુઈ સીલાં, ચુંટાયે તથા સંઘની મુખ્ય કચેરી પેરીસમાં બેડી. સીટ્રાઇન, કાર્યવાહીને પ્રમુખ ચુંટ તથા બીજે સાત ઉપપ્રમુખ સાથે કુલ નવ જણની “એકઝીકયુટીવ બુરે” બની. આંતર રાષ્ટ્રિય ઉત્થાનનું સ્થાન જગત
શ્રમ માનના ઉત્થાનની સાથે સાથેજ પરાધીન એવા માનવ સમુદાયો, શાહીવાદના અધિકા નીચેના પરાધીન સંસ્થાન બનેલા જગતમાંથી હવે વિમુક્ત બનીને નૂતન આંતરશષ્ટ્રિય નીતિમત્તાને ધારણ કરીને ઉઠવા લાગ્યા. એશિયાઈ વારસાની અથવા માનવ ધર્મની ઈતિહાસનાં મૂલ્યોની આ પ્રતિષ્ઠા હિંદમાં ગાંધીજીએ નૂતન ઉત્થાન માટે કરી. આ પ્રતિષ્ઠામાં ધર્મોના ક્રિયાકાંડનાં વિષચક્રો જેવા કેકડાં નાબૂદ થયાં આ પ્રતિષ્ઠામાં એશિયા કે આફ્રિકાના દેવળો અને મંદિર નિરર્થક દેખાયાં. આ નુતન પ્રતિષ્ઠાએ, તમે ભગવાનમાં માને છે કે નહીં