________________
૭૯૬
વિવ ઈતિહાસની રૂપરેખા એણે જ જગતભરની જનતાને ગુલામ બનાવવા નિકળેલા ફાસીવાદી પશુને પરાસ્ત કર્યો હતો. આજે એ પરાજય પછી આવાં ખુનખાર યુદ્ધો અટકાવવા અને માનવતાના સંહાર મચાવતા નફાખોર બળોને થંભાવી દેવા, જગતની શાંતિ અને એકતાને રાહ દાખવનાર, એના વિના બીજું કોણ વધારે યોગ્ય હતું ? એના વિના શાંતિ અને લેક એકતાના અમલની વધારે તાકાત અને તાકીદ પણ બીજ કેની હતી?
અને જગત જનતાને શ્રમમાનવસંધ ત્યારે જગતશાંતિની જવાબદારીને હાથ ધારણ કરતો હતો.
* એ જવાબદારીને અદા કરવામાંજ બીજા વિશ્વવિગ્રહની અગ્નિપરિક્ષાઓ પામેલે જગતને શ્રમમાનવ પિતાને ન સંઘ ઘડી ચૂક્યો હતો.
એ સંગઠનને આકાર ઘડનારી એક કમિટિ વર્ડ ટ્ર-યુનીયન કોનફરન્સ કમિટિ) ચુંટવામાં આવી. એ કમિટિના સભ્ય તરીકે અમેરિકા, ઇગ્લેંડ, કાન્સ અને સોવીયેટ દેશમાંથી અને લેટીન અમેરિકન પ્રદેશમાંથી દરેકમાંથી ત્રણ ત્રણ સભાસદો લેવામાં આવ્યા. એ કમિટિમાં કેનેડા, ઓસ્ટ્રેલિયા, હિંદ, ચીન, બેલજીયમ, નીધરલેન્ડઝ, નોરવે. સ્વીઝરલેન્ડ, સ્વીડન, યુગોસ્લાવીયા, ઝેકસ્લોવાકીયા, પેઈન, આઈસલેન્ડ, આયરલેન્ડ, બલગેરીયા, ઈટાલી, રૂમાનીયા, અને ફીનલેન્ડ વિગેરેમાંથી દરેકમાંથી એક સભાસદ ચુંટાયે તથા બ્રીટિશ કોમનવેલ્થમાંથી બે સભાસદ આવ્યા.
ઈતિહાસમાં પહેલીવાર જગતને શ્રમમાનવ આ રીતે એના સંગઠનની વિશ્વવ્યાપક તસ્વીર ઘડીને આખી દુનિયાની સરકારો સાથે સમાજ ઘટનાની વહીવટી વાતચીત કરવા માંડ્યો. પહેલીવાર અદનો માનવી જીવનવ્યવહારની નવી ઘટના બાંધવામાં પિતાને અવાજ લકસંઘઠ્ઠનને અધિકાર ઘડીને પેશ કરી શકશે. આ રીતે પહેલીવાર આખે માનવ સમાજ છેક ઉપરના વર્ગોથી માંડીને તે પાયા સુધીના, માનવ સમુદાય સુધી સંગઠિત ભાનવાળું નૂતનરૂપ ધારણ કરી શક્ય.
એ કમિટિએ ઘડેલા બંધારણને ૧૯૪૫ના ઓકટોબરના ત્રીજા દિવસે મળેલી વિશ્વ ડ યુનીયન પરિષદે પેરીસમાં અપનાવ્યું. એ બંધારણની ઘટના ટ્રેડ યુનીયનને વિશ્વસંધ (world Federation of trade unions) બને. પેરીસે એની પહેલી પરિષદ ભરી. એ પરીષદે જગતભરની લોકજનતાના હિતની એકતા, રાજકારણની એકતા અને જગતભરનાં શ્રેમમાનવની અતિહાસિક સંગઠિનની એક્તા સાબીત કરી. આ નવી વિશ્વઘટનાનાં પ્રેરક પરિબળો