________________
વિશ્વ ઈતિહાસની રૂપરેખા તે કોઈ સવાલ પૂછે નહીં. આ પ્રતિષ્ઠાના પાયામાં પુનર્જન્મના ખ્યાલ જે કોઈ પણ ખ્યાલ જરૂરી લેખાયો નહીં. આ પ્રતિષ્ઠાએ આડા અવળાં કે, લાંબાં ટુંકાં ટીલાઓ અને માળાઓ કે સાથીયાઓ અને કુસેનાં ચિહ્નોને નિરર્થક ગણ્યાં. માનવ વ્યવહારના નૂતન કાનૂન ઉપરજ આ પ્રતિષ્ઠા મારફત એશિયાનું પુનરૂત્થાન થઈ શકશે તે બાબત વિમુક્ત બનતાં એશિયાઈ રાષ્ટ્રોને સમજાઈ. આ પ્રતિષ્ઠા પર પગ ગોઠવીને, એશિયાના બે મહાન રાષ્ટ્ર બાંધનાં વડા પ્રધાને નિશ્ચલ એવા નિરધારથી ઉભા હતા અને નમ્ર છતાં દઢ એવા અવાજ વડે, ચીન અને ભારતને વિરાટ સમુદાયની નૂતન લેકશાહીને આંતર રાષ્ટ્રિય નીતિમત્તાને નિરધાર સંભળાવતા હતા. આ નિરધારનું વજરૂ૫ કુસુમ કરતાં પણ સુકેમળ હતું. આ નિરધારનું મૂલ્ય શોનાં ભંડારીયાંમાંથી ઘડાયું નહતું પરંતુ માનવ ધર્મની કણિકાઓમાંથી મઢાયું હતું. આ એશિયાઈ સંસ્કૃતિને માનવ ધર્મ નામને વારસે પશ્ચિમના માધાંતાઓને પણ સમજાતે હતું કે આજે વિશ્વ ઈતિહાસની સંસ્કૃતિનું આજનું આંતરરાષ્ટ્રિય મૂલ્ય વિમુક્ત રાષ્ટ્રના સાર્વભૌમત્વ ઉપરજ ટકી શકે તેમ છે તથા તેની બીનદરમ્યાનગીરીવાળી અખંડિતતા વડેજ વિશ્વશાંતિ રચી શકાય તેમ છે.
આ સાર્વભૌમત્વ વિમુક્તિના સવનું બન્યું હતું. એવું જ બીજું સત્વ સહઅસ્તિત્વનું હતું. આ સહઅસ્તિત્વ માટે અનીવાર્ય રીતે જરૂરી એવું બીન દરમ્યાનગીરીનું રૂ૫ સૌ વિમુક્ત રાષ્ટ્રની પુન ધટના માટે અનિવાર્ય હતું. રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચેની ન્યાય સમતા બીજી કોઈ રીતે શક્ય નહોતી.
આ આંતરરાષ્ટ્રિય શિલની ઘટના ધારણ કરીને જ કેઈ પણ રાષ્ટ્રનું રાષ્ટ્રીય વ્યક્તિત્વ, કંગાલિયતને અને વિલાસીતાને દૂર કરીને, તથા નૂતન જગતની વૈજ્ઞાનિક તાકાતને ધારણ કરીને, સહઅસ્તિત્વની કલ્યાણકારી વિપુલતા અથવા “સાયન્ટીફિક ઓટીમમીને ધારણ કરી શકે. આવું રાષ્ટ્રીય વ્યક્તિત્વ જ બીજા એવાજ રાષ્ટ્રીય વ્યક્તિ સાથે શાંતિમય સહઅસ્તિત્વના બાંધવ ભાવને પરસ્પરના અતિરિક સંબંઘેમાં બીનદરમ્યાનગીરી પૂર્વક જ ધારણ કરી શકે.
પરતુ આ બધાને નિષેધ જેણે આજ સુધી કાર્યો કર્યો હતો, તથા જેનું જીવન, આક્રમક અને દરમ્યાનગીરીના વર્તન પર જ ઉભું હતું, તે શાહી વાદી ઘટનાવાળા જૂના જગતને આ નૂતન દેખાવ પસંદ પડી શકે તેમ નહોતું,
વીસ વરસ પર આલેખાયેલા (પાન-૭૯૩)કવિતાના પેલા કવનમાં જગતનું જે રૂપ પૃથ્વીના પટ પર ચિતરાયું હતું તે ત્રીસ વરસમાં કેવું પલટાઈ જતું ભાલમ પડતું હતું. ત્રણ દસકાના જ સમય ગાળામાં આપણું દુનિયાના પૃથ્વી પટ પર બે