________________
શાંતિમય સહઅસ્તિત્વની વિશ્વ-ભૂમિકા
૭૩
વચ્ચે ઝધડાઓને જીવતા રાખીને તમારી સહાય અને દરમ્યાનગીરીને ચિર જીવ જરૂરિયાતવાળી હોવાનો દાવો કરશે. જવાહરલાલને પરદેશનીતિ દાખવતુ આ દુન
ગાંધીજીએ, રાષ્ટ્રહિલચાલના એકએક તબક્કામાં ભારતપરની એકતા વચ્ચે અંતરાય બનનારી આંતરવિગ્રહ જેવી હુલ્લડાના સ્વરૂપવાળી શાહીવાદની ભેદનીતિ દેખી હતી. આજે ભેદની નીતિએ અતિ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું... હતું.
આ દેશને છેાડી જતા શાહીવાદ ભવિષ્યમાં તેના પર પેાતાને કાબુ ટકાવી રાખવા, એક દેશના, એ દેશ બનાવીને અને બન્ને વચ્ચે ભેદનીતિની ફાચર મારવા તૈયાર થતા હતા. આ રીતે, અંદર અંદરના યુદ્ધને વ્યૂહ રચીને અંદર અંદરની અખંડ હુલ્લડ જેવી પરિસ્થિતિને કાયમ કરીને, બન્ને પક્ષને પોતાની લશ્કરી મદદ આપવાની તૈયારી બતાવીને, બન્ને પર આંતરવિગ્રહની રચના વડે પોતાનું સ્વામીત્વ ટકાવી રાખવા માગતા હતા.
ગાંધીજીએ, આ શાહીવાદી ભેદનીતિનેા ઈન્કાર કર્યો તથા દેશની વિમુક્તિને ટકાવી રાખવા માટે અંગ્રેજી કે કાપણું શાહીવાદની આવી ભેદની ઘટનાને દિ પણ નહીં સ્વીકારવાની આઝાદ ભારતની પરદેશનીતિના પાયા નાખ્યા. જ્યાં જીવે ત્યાં વિમુક્તિનું વિશ્વરૂપ
પહેલુ વિશ્વયુદ્ધ આ જગત પર આવ્યું તે પહેલાં આપણી પૃથ્વીને અથવા વિશ્વને દેખા ! કેવુ, વિશ્વયુદ્ધને લાવનારા મહાકારણ વડે અપણા જગતનું શાહીવાદવડે છવાઇ ગએલું એવુ' સ્વરૂપ માલમ પડે છે! આપણા વિશ્વના રૂપપર ત્યારે માનવજાતનુ અખંડ ઝરતું લેાહી આ પૃથ્વીના ગાળાને રાતા બનાવ્યા કરતું દેખાય છે. આવું વિશ્વપરૂપ વિશ્વપર અધિકારી બની ચૂકેલા શાહીવાદે અથવા વિશ્વયુદ્ધની ઘટનાએ નિર્માણ કર્યું હતું. આ ધટના ત્યારના સમયમાં અંગ્રેજી ઘટના હતી. આ ઘટનાનું વિશ્વરૂપ, જી–કે, ચેસ્ટરટને ગાયું હતું. ચેસ્ટરરને લખેલી એક કવિતાની કડીએ કહેતી હતી કે આખું વિશ્વ, એક માત્ર ઈંગ્લેંડ અથવા બ્રિટન બની ગયું છે. × એ કવિતા ગાતી હતી
>The earth is a place on which England is found. And you find it however you turned the globe round.
For the spots are all red and the rest is all grey. And that is the meaning of Empire Day."
૧૦૦
.