________________
૮૮
વિશ્વ ઈતિહાસન ઉપરેખા આખા બ્રહ્માંડ ભરમાં એક મહાન એકતાનતા છે તેવી એકતાનતા, સુસંગતતા અને સંયુક્ત એક દિવસ આપણું દુનિયાની પ્રજાઓમાં પણ સ્થપાશે જ..”
ત્યારપછી એ ચીન જાપાનની યાત્રા કરીને અમેરિકા પહોંચ્યું હતું. પાસિફિકના કિનારા પર એનું બહુમાન કરવા વૈજ્ઞાનિકોનું એક મોટું સંમેલન એકઠું થયું હતું.
હિટલર-ફાસીવાદે ત્યાર પછી એ મહાન યહુદીની ઉંચાઈને પિતાના વેંતિયા માપથી માપીને આલ્બર્ટ આઈનસ્ટાઈનના માથાનું વીશહજાર ડોલરનું ઇનામ જાહેર કર્યું હતું.
એવા યુદ્ધર જગતમાં ભૂલે પહેલે, આ વિશ્વનાગરિક અમેરિકામાં એક ગરીબ ઘર ભાડે રાખીને જીવતો હતે.
પછી એશિયાના ઉષઃકાળના પેલા મહાકવિની શમી જયંતિ ઉજવતા કલકત્તાના નાગરિકે જેગ એ સંદેશ મોકલતો કહેતું હતું, “મારાં સ્વને તૂટે છે અને હું રૂક્ષ હકીકતો દેખું છું. પરદેશી સત્તાને અધિકાર કરેડાની જનતાની શી ખાનાખરાબી કરી શકે છે તે હું દેખી રહ્યો છું. કાળનાં ચક્રે અંગ્રેજોને પિતાનું હિંદી સામ્રાજ્ય છોડી દેવાની ફરજ પાડશે... પણ એ શોષકે પિતાની પાછળ કેવું હિંદ છોડી જશે ? સૈકાઓથી જીવન વિહેણા અને શુષ્ક બની ગએલા એમના રાજવહીવટની પાછળ તેઓ ઉકરડા અને બદબોના ઢગલા જ મૂકી જવાના છે.”
આખરે વિશ્વયુદ્ધનાં કમાડ ખોલનાર ફાસીવાદી જર્મનીએ જેનું ઘરબાર તારાજ કરી નાખ્યું હતું તે આઈનસ્ટાઈન નામનો સંસ્કૃતિને નિરાશ્રિત ઉષ: કાળનાં પેલા મહા કવિને યુદ્ધ સામેનો પ્રકોપ સાંભળતા હતા તથા સંસ્કૃતિ અને વિશ્વ શાંતિને ઉપહાસ કરતા શાહીવાદી યુદ્ધના સંહારક દેખાવ તરફ અંતરની યાતના અનુભવતા હતા. ત્યારે આ યાતનાનો પડઘો પાડતો હોય તેવો અવાજ, ૧૯૪૨માં આખી ભારત ભેમ પર ઉગ્ર બનીને ગાજી ઉઠતે શાહીવાદને આ ભૂમિ પરથી જતા રહેવાની ઘેષણ જગવતે હતે. માનવધર્મનું વ્યકિતત્વ, ગાંધી, અને વિમુક્તિની હિલચાલ
આ માનવ ધર્મનું વ્યકિતત્વ મોહનદાસ કરમચંદ ગાંધી નામનું મશહૂર બન્યું. ક્રિયાકાંડનાં કોકડામાં ગુંચવાયેલા ગૌતમ ઈસુ અને મહમદનાં વિચાર મૂલ્ય
આ માનવ ધર્મના રોજબરોજના જીવન વહીવટમાં સાર્થકતા પામ્યાં. સાબરમતીના કિનારા પરની ઝુંપડીઓમાં માનવજાતે નહીં કરેલી એવી શાંતિની નવી બાંગનો