Book Title: Vishva Itihasni Ruprekha
Author(s): Chandrabhai Bhatt
Publisher: Chandrabhai Bhatt

View full book text
Previous | Next

Page 784
________________ વિસમાસંકાની સંસ્કૃતિની છ દી LB ત્યારે સાન્યાની ઉંમર ચુમેાતેર વરસની હતી. ઊંચી અને જરાક નીચી વળેલી, પાતળી અને પડછાયા જેવી સાન્યા એનાં અગિયાર બાળકેાની જનેતા હતી. પછી દરરાજ, પવનની લહરી પર સરી જતી હાય તેવી એએક માઈલ ચાલતી જતી હતી, અને પેલી કબર પર તાજા ફૂલ નાખતી, અને કાઇ કાઇવાર કાઇ સાંભળી ન જાય તેમ કબરમાં પેલા સૂતેલાને સખેાધતી હતી, ‘ લીએ. હું તારા ભેગી અડતાલીસ વરસ રહી પણ તું ી જાતનેા માણસ છે તે, હું ન જ સમજી શકી. ' સાહિત્ય સ્વામીની કમર પરની સાહિત્ય અંજલિ આ કબરપુર અંજલિ આપવા એકવાર ત્યાં મેકસીમએલેસ્કીપેસ્ક આન્યા. હવે એ ગૌરકીના નામથી જાણીતા થયા હતા. એના હાથમાં યુદ્ધ અને શાંતિ નામની ટાલસ્ટોયની લખેલી એક મહાન કિતાબ હતી. એ હુવે પેલા સવાલની શોધમાં આખા રશિયા ખૂંદી વળીને પાછા આવ્યા હતા. આજનું સ્ટાલીનગ્રાડ ત્યારે ઝરીટસીન હતું. એણે ઝારીટસીનની વેાલ્ગા નદી દીઠી હતી. એણે વાલ્ગા પરથી દૂર દૂર નજર દોડાવીને સ્ટેપીનાં અફાટ મેદાને દેખ્યાં હતાં અને પછી એણે એ મેદાના પર કદમ ઉપાડયો. પછી એ સ્ટાવ નગરમાં પહોંચ્યા અને થડા દિવસ ત્યાં રહ્યો. રેશસ્ટાવના અંદર પાસે એક ધરડી સ્ત્રીની એક ખાલીમાંને ખૂણા એણે રાતના સુત્રા માટે એક રાતના પાંચ કાપેકના દરથી ભાડે રાખ્યા અને દિવસભર મજૂરી કરીને રાસ્ટાવનું જીવન જોયા કર્યુ” હતું. ત્યાંથી પછી એક દિવસની વહેલી સવારે શસ્ટાવ છેડીને એ યુક્રેનની મુસાફરીએ ઊપડવો હતા અને પછી યુક્રેનમાં થઇને એ એસારેબીયાના પ્રદેશ વટાવીને ડાન્યુબ નદીના કિનારા પર ઊભા હતા. ત્યાં એણે પેાલીસના પડછાયા દીઠા. ત્યાંથી આગળ જવાની મનાઈનું ફરમાન સાંભળતા એ ક્રીમીયા અને ટ્રાન્સકેાકૅશિયાને રસ્તે ચાલી નીકળ્યા હતા. કાળા સમુદ્રના કિનારે કિનારે એ બે વરસ સુધી દેશ દેખતા મજૂરી કરતા, અનેક હવામાન પચવતા અનેક અનુભવા ઉકેલતા, નગરામાં ભટકતા, ગામનાં પાદરા પર વિસામા લેતા ચાલ્યા જ કર્યાં હતા. દરિયાના કિનારા, જહાજોની લગારા ખલાસીઓના અવાજો, ઘેાડાએની લગારે, ખદબદતાં ગામડાંઓ, ઝુંપડીઓનાં જીવને, પવતાની હારમાળાઓ, પ્સીઓની છાવણીઓ, તાતાર ભરવાડાના નેસડા, સાધુઓના મઠા, ઉઠાવગીરાના અખાડાઓ, માછીમારોનાં ઝુંપડાં, રખડુએના અનુભવા અને યાત્રાળુની કથા તથા લાકવનનાં અનેક સ્વરૂપે જે ટલસ્ટયે

Loading...

Page Navigation
1 ... 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824 825 826 827 828 829 830 831 832 833 834 835 836 837 838