________________
વિસમા સૈકાની સંસ્કૃતિની અંદગી હતી અને નવાં વિમુક્ત બનતાં રાષ્ટ્રોની તરફદારી વધારે નિર્ણયાત્મક રીતે નક્કર અને સફળ રીતે વ્યવહારૂ બનાવી હતી. એટલે જ હવે સરમુખત્યારી જેવા વહીવટી તંત્રની વિમુક્તિનાં નવાં રાષ્ટ્ર રૂપે જન્મતા હતાં ત્યારે જરૂર રહી નહતી પરંતુ લેકશાહીનાં વિમુક્ત રાષ્ટ્રનાં સ્વરૂપ જ શાહીવાદી વિઘટનાને મુકાબલે, લેકશાહી તરીકે કાયમ રહીને પણ, હવે કરી શકે તેમ હતું. ઇતિહાસની જીંદગીમાંથી નિપજેલું જીવતરનું મૂલ્ય, કાનૂન
માનવજાતને ઇતિહાસ જાણે કાનૂનને જ ઈતિહાસ હેય તેમ સમાન જની પ્રાથમિક દશાથી માંડીને કાનૂની સાથે શરૂ થએલે દેખાય છે. માનવજીવનને આમ કરવું અથવા આ કરવું અને તે ન કરવું એવા વિધિઓ અને નિષેધ આપનાર કાનૂનનું રૂપ આરંભમાં પ્રાથમિક સમાજોમાં ટોળાઓના આગેવાને જેવા ગુરૂજનેની આજ્ઞાઓ હતી.
પછી રજવાડાશાહીને જમાને આપણા જગતના અતિ પ્રાચીન અને પ્રાચીન પૂર્વદેશોમાં આરંભા અને ખૂબ લાંબે ચાલ્યો. ઠાકર રાજાઓ અને ચક્રવર્તિઓના આ જમાનામાં કાનૂનનું રૂપ રાજાઓની આજ્ઞાઓનું બન્યું. રાજાઓમાં રાજ અથવા રાજકર્તાહર્ગો ઉમેરાયા તથા રાજનું શાસકરૂપ કાનૂની સ્મૃતિઓ તરીકે લખાયું. આ સ્મૃતિઓ પાછળ શાસનની તાકાત જે સમશેરની તાકાત હતી તે જ કાનુનને અમલ આખા સમાજ વ્યવહારમાં કરાવતી હતી તથા તેના અમલ માટે આ તાકાતની સખ્તાઈનાં અનેક સ્વરૂપ રચાતાં. રજવાડી જીવન પદ્ધતિમાં કાયદા અથવા કાનૂનનું આ સ્વરૂપ સામાન્ય લેકસમુદાયપર એક સરખી સખ્તાઈથી લાગુ પડતું. પછી સખ્તાઈનું આ સ્વરૂપ સમાજમાં ઉપરના વર્ગમાં પિસતાં ઢીલું થઈ જતું હતું. ન્યાયની આ અસમાનતા સ્મૃતિઓમાં જ આવ જાતના ન્યાયભેદ અથવા અસમાનતા વાળું લખાતું અને છેક ટોચ પર એટલે રાજમાં પહોંચતાં કાનનનું આ રૂપ સાવ નિરર્થક બની જતું તથા રાજા અથવા શાસકનું રવરૂપ કાનુનથી ઉપરવટ અથવા કાનૂનની બહારનું લેખાતું. સમાજના જીવનવ્યવહારમાં ચાલતા કાનૂનની ઉપરવટ અથવા સર્વોપરી એવા આ શાસક સ્વરૂપની ટોચ રાજાને પોતાને દેવી તરીકે સ્થાપન કરતી. પ્રાચીન ઇતિહાસની જીંદગીમાં શહેનશાહના શિખર પર બિરાજતું આ સ્વરૂપ ભારતની ભૂમિ પર આપણુને ભગવાન બની ગએલું માલમ પડે છે.
પણ ઇતિહાસની જીદગીમાં ત્યાંથી ઉદ્યોગવાદ અને યુરોપીય રાષ્ટ્રવાદના આરંભમાં આપણે ઉતરી પડીને દેખીએ તે રજવાડાશાહીનું કાયદાની ઉપરવટનું સર્વોપરિ અને રવછંદ શાસનરૂપ નાશ પામવા માંડયું હતું. ઇંગ્લેન્ડમાં
૯૮