________________
વિશ્વ ઇતિહાસની રૂપરેખા
૭૪
કે એકેએક પદાર્થ ગતિમાં છે અને ગતિમાન એવા પદાર્થ માત્ર પાતપેાતાની ગતિના પ્રમાણમાં જ દરેક ખીજા પદાર્થ સાથે સબંધ ધરાવતા હોય છે.”
એ સબંધ તિના સાપેક્ષ સંબધ છે, પણ એ સાપેક્ષતા એકલી પદાર્થની ગતિને લાગુ નથી પડતી પણ ગતિની દિશાને પણ લાગુ પડે છે. એટલે પદાની ગતિ અને દિશા બન્ને સાપેક્ષ છે અને તેની સાથે પદાર્થનું કદ પણ જોડાયેલું છે તથા અવકાશ વર્તુળાકાર છે અને તેથી અવકાશમાં ઊડતાં રજકણાગ્રહ નક્ષત્રો અનંતના પરિધ પર ઊડે છે. અજબ બનેલા બુદ્ધિમાનેાતે હેરતમાં ગરકાવ કરતા એ વૈજ્ઞાનિક, ગણિતના આંકડા ગણતા આગળ કહેતા હતા, “ જેમ અવકાશ સાપેક્ષ છે તેમ સમય પણ સાપેક્ષ છે. ભૂત, વમાન, અને ભવિષ્ય આ બધી સાપેક્ષતામાં ત્રણ બિંદુએ છે તથા પ્રકાશની ગતિ જે સૌ ગતિમાં સર્વોપરી ઝડપવાળી છે તેટલી, એક સેકન્ડની ૧૮૬,૦૦ માઇલની ઝડપથી જો કાઇ માણસ ગતિ કરી શકે તે તે, તેના ભૂતકાળને પાછા પાડી દે, અને તેના જન્મના સમયબિંદુને ભવિષ્યમાં છોડી દે. એવી ઝડપવાળા માણસ પરિણામાને તેનાં કારણેા પહેલાં નીરખી શકે શકે અને બનાવા અને તે પહેલાં જ તેમને તે જોવા માંડે.”
t
66
Ο
પાછે એ સમજાવતા હતા પણ આપણી પૃથ્વી પરના સમયની ઘટના બધે લાગુ પડે તેવી નથી. આપણા સમય–આપણેાદિવસ તા માત્ર આપણી પૃથ્વીની સૂરજ આસપાસની ગતિના એક આંટાના જ હિસાબ છે. આપણા દિવસ એ એક આંટાની ગતિના માપ જેવી એક લાકડી જ છે. ’ અવકાશમાંના જે તારામાંથી પ્રકાશનાં કિરણાને આપણે ત્યાં પહોંચતાં દશ લાખ વરસ લાગે છે તે તારાને દેખીએ ત્યારે આપણે દશ લાખ વરસ પહેલાંના તારાને જ દેખીએ છીએ. એટલે અવકાશ, એ સમયનુ માપ છે અને સમય, અવકાશનું માપ છે. બન્ને એકબીજા ઉપર અવલંબે છે, પણ બન્ને પદાર્થોની ગતિની બે બાજુએ છે. બસ, વાસ્ત વિકતા આવી અને આટલી જ છે તથા સમયના ચોથા પરિમાણવાળી છે.’’ એ વાત એ હતી કે પ્રકાશ પદાર્થના પરમાણુગ્માના બનેલા છે અને ન્યુટને બતાવેલા નિયમ કરતાં એગણા વધારે પ્રકાશ ફંટાય છે અને એ બિંદુએ વચ્ચેનું અંતર સીધી લીટી નહિ પણ ફૅટાયેલી લીટી છે. જાણે એક જ રાતમાં ન્યુટનના વિજેતા બનીને બહાર નીકળી આવેલા આ વૈજ્ઞાનિક પર બુદ્ધિએ મુગ્ધ બનીને એવારણાં લીધાં. યુરીચે એને પોતાની વિદ્યાપીઠના અધ્યાપક નવા વિનંતી મોકલી. મશહૂર વૈજ્ઞાનિક લેારેઝે એને વૈજ્ઞાનિકામાં મહાન તરીકે જાહેર કર્યો. યુટ્રેસ્ટ અને લેડની પ્રખ્યાત વિદ્યાપીઠાએ પણ પાતાને ત્યાં અધ્યાપકપદ સ્વીકારવાની એને વિનતીએ કરી.