________________
મધ્યપૂર્વમાં ડોકીયુ
૬૫
એસાડવા માટેના હતા. આ આક્રમણની કાવતરાખાર યાજનાની બીજી પાંખ સીરીયાનું પણ એક સાથેજ પતન કરી નાખવાની યેાજના બની ચૂકી હતી. ઇજીપ્તપર મંડાઇ ચૂકેલા આ આક્રમક યુદ્ધને પરાય તરતજ ન થયા હોતતા આ આક્રમણની બીજી પાંખ સીરીયાપર તૂટી પડવાની જ હતી. સીરીયાપર થનારા આ આક્રમણની રચના પ્રમાણે અંગ્રેજી ફ્રેંચ શાહીવાદે ઇરાક મારફત ઉતારેલાં શસ્રા સાથે, એક વખતના સીરીયાના સરમુખત્યાર જે વિમુક્તિ પછી ભાગી ગયા હતા તથા ફ્રાન્સમાં સચવાઇ રહ્યો હતા તે, શીશાલી, અંગ્રેજી જહાજમાં એસીને સીરીયાના કિનારાપર પહેાંચી ગયા હતા. પછી નક્કી થયા પ્રમાણે સીરીયાની સરકારના આગેવાનેામાં ખૂન થઇ જવાનાં હતાં તથા, દામાસકસમાં અંધાધૂંધી ફેલાવી દઈને તરતજ ચેાજના પ્રમાણેનાં અંગ્રેજી ફ્રેંચ શાહીવાદી લશ્કરા રાકમાંથી કૂચ કરવાનાં હતાં. પરન્તુ મધ્યપૂર્વની વિમુક્તિની હિલચાલ પરનું આ આક્રમણ ઇજીપ્તમાંથી પાછું પડયું અને સીરીયાનું પતન કરવા માટે ઇઝરાઇલ અને ઈરાકમાંથી, અંગ્રેજ-ફ્રેંચ અમરિકી યાજનાએ આગળ વધે તે પહેલાં સીરીયાની વિમુક્તિની સરકારે, બગદાદ કરારમાંથી આવવાનેા આક્રમક ભરડા પેાતાને ત્યાંના કાવતરાખોરાને પકડી પાડીને અટકાવી દીધા. મધ્યપૂર્વના સહાર શરૂ કરીને ઇ. સ. ૧૯૫૭ની નાતાલને ઊજવવાની શાહીવાદી ઘટનાની ચેાજના નિષ્ફળ નિવડી તથા, ઇ. સ. ૧૯૫૭ ના આર્ભમાં સીરીયન સર્કારની મીનીસ્ટ્રીના ટ્રીબ્યુનલે, શાહીવાદના મુકાદમા પર મુકર્રમા માંડયેા, એણે બાર કાવતરાખારાને દેહાંતદંડની શિક્ષા કરી પરન્તુ આ શિક્ષાના અમલમાંથી શિસાકલી તથા ખીજા કેટલાકા, શાહાવાદની મદદ વડે ભાગી જઇ શકયા.
આ રીતે આજસુધી, મધ્યપૂર્વના આ મેરાષ્ટબાંધવા, મઘ્નપૂર્વની આખી આરબ દુનિયાની વિમુક્તિના અગ્રગામી બન્યા છે. મધ્યપૂર્વની દુનિયામાંથી મરણ પામતી શાહીવાદી શાષક ધટનાઓના આ આખરી પછાડાની સામે એ રાષ્ટ્રા મમતાથી ઉભા રહ્યા છે. એશિયા અને આફ્રિકાના માનવસમુદાયા આ એ ભરૂધ તરફ માનની દૃષ્ટિએ દેખે છે તથા, આ બન્ને ખંડના લોકમત આ એ રાષ્ટ્રોનું માન કરે છે. મધ્યપૂર્વના નવા ઇતિહાસ આ, એ પ્રાચીન રાષ્ટ્રોમાંથી ઉભા થાય છે. આ બે મહાન રાષ્ટ્રા પાસે, અતિપ્રાચીન એવા પોતાના જીવતરના અતિહાસિક સીમાસ્તંભો છે. વિશ્વઈતિહાસમાં આજે અખંડ એવા ગૌરવનું સ્થાપન આ બન્ને રાષ્ટ્રા કરતા દેખાય છે તથા, એશિયા અને આફ્રિકાના ઉત્થાનના આગેવાન, તે બની ચૂકયા છે.