________________
૭૪૨
વિથ ઈતિહાસની રૂપરેખા માતાની વ્યથા અંતરને હલાવી નાખે છે. ફાસીવાદનાં બેબોએ ઉતરડી નાખેલા આ ભૂમિ પરના જીવનને ચિતાર, ઘેડાનું ચૂંથાઈ ગએલું શરીર દાખવે
છે. સ્વગી અત્યાચાર તરફ, એક દેખાવમાંથી ઉપજતા બીજા અને એકમેકમાં ઉપર તળે થતા આ ચિતાર પર પ્રકાશ જે પુણ્ય પ્રકોપ ઉપર અંતરિક્ષમાંથી ફેંકાય છે. ફાસીવાદી પાશવતાનું પ્રતીક આખલો છે. લોહીલુહાણ બનીને પડેલા રાષ્ટ્રનું પ્રતીક ઘાયલ ઘોડો છે. માનવજાતને ચિત્કાર ચીસ પાડીને આ દારૂણ દેખાવ પર ઉપરથીદી ધરે છે. આ દી લાકસમુદાયની જીંદગીની નીતિમત્તા છે.
ગુરનીકાનું આ ચિત્ર સંહારના ભિષણરૂપને ખૂલ્લું પાડતું, રાષ્ટ્ર, રાષ્ટ્રમાં જનસમુદાયના શાંતિના અંતરનાળે જગાડતું હતું. વિશ્વની શાંતિ હિલચાલનું, પિકાએ ચિતરેલું, પારેવાનું, આ શાંતિ પ્રતીક, સંસ્કારનું રૂપ ધરેલું, દેશ દેશ પર ઉડતું, કેરીયાની ભૂમિ પર પણ આવી પહોંચ્યું હતું, અને સંહારની મના ફરમાવતું વીસમા સૈકાની કટોકટિને ઉકેલ માગતું હતું. બમ્બ વિશ્વયુદ્ધો વહી ગયા પછી, ગુરનીકાના ચિત્રના અનુસંધાનમાં જ સંહારને રોકાઈ જવાનો ખમૈયા શબ્દ બોલતા શાંતિરૂપક પંખીનું રૂપ એણે આલેખ્યું હતું. આજે એજ શાંતિ રૂપ, કરોડ પાંખો ફફડાવતે જગતભરના લેક સમુદાયોની શાંતિ વાંછનાને વિરાટ આકાર ધારણ કરીને પિકાસના પારીસ નગરમાં જ આવી પહોંચ્યું હતું. પિકાને સંસ્કારઆત્મા પારેવાની છટા ધરીને ત્યાં શાંતિ સમારંભના ઝંડા પર વીસમા સૈકાની અધવચમાં પાંખો ફફડાવતો હતે.
ઈ. સ. ૧૯૪૯ માં પેરીસનગરમાં માનવ ઈતિહાસમાં પહેલું એવું વિશ્વ શાંતિની કાઉન્સીલનું આંતરરાષ્ટ્રીય અધિવેશન મળતું હતું. વિશ્વશાંતિની હિલચાલને, અહીં જગતના તમામ રાષ્ટ્રોના લોકસમુદાયના પ્રતિનિધિઓ, આરંભ કરતાં હતાં. આ વિશ્વ સમારંભના પ્રમુખપદેથી ફ્રાન્સની સરકારને અણુવિજ્ઞાનના વિભાગને, હાઇકમિશ્નર અને નોબેલ પારિતોષિક મેળવનાર વિશ્વવિખ્યાત વૈજ્ઞાનિક જેલી કયુરી, પૂછતે હતે.