________________
લિસમાસૈકાની સંસ્કૃતિની અંદગી
૭૫૫ પરન્તુ કઈ પણ શાહીવાદી દેશને તે પરાધીન અથવા, સંસ્થાન પણ નજ જોઈએ. આ દરેક દેશ, આ બન્ને પ્રકારે એટલે, સંસ્થાનિક ગુલામીમાંથી, અને શાહીવાદી માલીકીમાંથી મુક્ત અથવા વિમુકત હોવું જોઈએ.
બસ, આટલુંજ થાય તે પછી તે વિમુક્ત દેશ, પિતાને ત્યાં, કેવી નિશાળો ચલાવે, મસ્જિદમાં, બાંગ પુકારે, કે મંદિરમાં પ્રાર્થનાએ કરે, સ્કાયક્રેપરે જેવાં ઉચાં ઘરબાર બાંધે કે તંબુઓમાં રહે, એવા, રોજ બેરેજના જીવન વહીવટના સવાલને, પિતાને મન કાવે તેમ, અથવા પોતપોતાની રીતે, ગમે તેવી રીતે ઉકેલી શકે.
પરન્તુ વિમુકિત અને વિશ્વશાંતિ માટે, કોઈ પણ દેશ, શાહીવાદી, નજ હવે જોઈએ અને, સંસ્થાનિક કે પરાધીન પણ નજ હવે જોઈએ. પહેલા વિશ્વયુદ્ધ પછી એ એકજ દેશ, આખા વિશ્વમાં પહેલો જનમે. આ દેશનું નામ સોવિયટ રશિયા. વિમુક્તિનું વાસ્તવરૂપ, આખી માનવજાતની વિમુક્તિ.
જે દેશ અથવા રાષ્ટ્રની સરકાર સામ્રાજ્યવાદી અથવા શાહીવાદી છે અથવા બીજા રાષ્ટ્ર કે પ્રદેશ પર પિતાની, આર્થિક, રાજકીય અને લશ્કરી હકમત ધરાવનારી તથા તે રાષ્ટ્રના વહીવટમાં બળજબરી અને દરમ્યાનગીરી કરનારી છે તેવી રામ્રાજ્યવાદી સરકારની પ્રજા પણ પિતાને ત્યાંની શાહીવાદી ઘટનાની ગુલામ પ્રજા છે તથા તેવી સરકારની પકડ નીચે આવેલે બીજો કોઈ દેશ કે રાષ્ટ્ર ગુલામ રાષ્ટ્ર અથવા સંસ્થાન રાષ્ટ્ર છે.
એટલે જ જ્યારે શાહીવાદી અથવા સામ્રાજ્યવાદી ગુલામીમાંથી મુક્ત થવાની વિમુક્તિની હિલચાલ શરૂ થાય છે ત્યારે તે ગુલામ બનેલા રાષ્ટ્રમાં અને ગુલામ બનાવનારા શાહીવાદી રાષ્ટ્રમાં પણ હિલચાલ શરૂ થાય છે. આ બંને રાષ્ટ્રની પ્રજાઓ અથવા માનવસમુદાય વિમુક્તિની હિલચાલની બે સહીયારી પાંખો બને છે. વિમુક્તિની આવી સંસ્કાર હિલચાલ અથવા વિશ્વ ઈતિહાસની સંસ્કૃતિની હિલચાલ આજે બીજા વિશ્વયુદ્ધ પછી એશિયા આફ્રિકાના પરાધીન પ્રદેશોમાં શરૂ થઈ અને તેની બીજી પાંખ જેવા શાહીવાદી દેશના લોકસમુદાએ પણ આ વિમુક્તિની હિલચાલ સાથે પિતાનો સાથ અને સહકાર નોંધાવ્યો છે. આ રીતે વિમુક્તિની હિલચાલ, શાહીવાદી ઘટના સામે અને તેના નાશ માટે તથા વિશ્વશાંતિની ઘટનાની રચના માટે એક સાથે શાહીવાદી દેશની અંદરથી ત્યાંના લેકસમુદાયની અને શાહીવાદી દેશની બહારથી પરાધીન મુલકમાંથી ત્યાંની પ્રજાઓની શરૂ થતી હોય છે.