________________
વિસમા સૈકાની સંસ્કૃતિની જી'દગી
૭૪૧
સહકાર માટે પણ વપરાવી જોઇએ તેવા ખ્યાલબબ્બે વિશ્વયુદ્ધોની અગ્નિ પરિક્ષામાં પસાર થયા પછી માનવ જાતની સંચાલનની અસ્મિતા પ્રાપ્ત કરતી હતી. આ બધી વૈજ્ઞાનીક આવડતા યંત્રની કારવાહીમાં તેા આજ સુધી વપરાયા કરી હતી પરંતુ મનુષ્યનાં સામાજિક વિજ્ઞાન અને જીવવિજ્ઞાનેામાં તેને જરૂરી ઉપયેાગ થયા ન હતા. યંત્રની રચનાને અને વિજ્ઞાનની આવડતને ઉપયેાગ દુકાળા, રોગચાળા તથા ભૂખમરો ફાટી નીકળ્યા પછી મનુષ્યની સારવાર કરવા માટે વાપરવામાં આવી હતી. પરંતુ આ અનિષ્ટ સભવી જ ન જ શકે તેવી અનિષ્ટાનાં કારણોને નિર્મૂળ કરવાની નૂતન પરિચર્યાં હજી હમણાં જ શરૂ થતી હતી. રોગને મટાડવા માટે, ઉપચાર કરવાને બદલે રાગ ઉત્પન્ન જ ન થાય તેવા ઉપચાર તે જ સાચા ઉપચાર છે, એવું ડહાપણુ હવે શરૂ થવા માંડયું હતું.
આવી સંસ્કૃતિની હિલચાલે જેમ પદાર્થોં પદાર્થી વચ્ચેની જૂદાઇને અને દેશદેશ વચ્ચેની જૂદા તે રદ કરીને એક માનવ જાતનું નિર્માણ કરવા માંડ્યુ હતુ તેમ શરીર, મન અને આત્મા ત્રણે જુદી વસ્તુઓ છેતેવા પ્રાચીન સમયના ખોટા ખ્યાલ રદ કરીને મનુષ્યની એકતાને પણ તેણે પ્રતિપાદન કરવા માંડી હતી. શરીર એ એક પદાર્થ જેવું જડયંત્ર છે તથા ચેતનનું રૂપ તેનાથી જુદું જ છે એવા કઢંગા ખ્યાલને નાબૂદ કરીને નૂતન મનેોવિજ્ઞાને મનુષ્યના શરીર અને મનની એકતાને સાબિત કરી હતી. એ જ રીતે નગર અને ગામ વચ્ચેના ખેતીવાડી અને ઊદ્યોગ વચ્ચેના અંતરાય પણ ભૂંસી નાખવા માટે વિજ્ઞાન અને યંત્રની રચના પર્ ઉમેલી સંસ્કૃતિએ શરૂઆત કરી હતી. આવી એક વિશ્વ રચનારી માનવસંસ્કૃતિએ સંસ્કારના તમામ જ્યોર્તિધરાની એકતા પીછાણીને “બુદ્ધ અને ઇસુને તથા રસ્કિન અને ગાંધીને, મા સ તથા લેનિનને અને ટાગેારને તથા સ્ટાલીનને અને આઇનસ્ટાઇન અને જવાહરને વિશ્વ ઇતિહાસની એક વ્યાસપીઠ પર સંસ્કૃતિના વિશ્વશાંતિના સ ંમેલનમાં એક સાથે બેસાડયા હતા, આ રીતે જીવનના વિભાગાનું મિલન સર્વાંગી અને સામુદાયિક બનવા માંડયું હતું. વિજ્ઞાન અને સ ંસ્કૃતિનું વિશ્વશાંતિનું ચિત્રપટ
**
પિકાસા નામના ફ્રેંચ કલાકારના હાથે શાંતિનુ નવું ચિત્ર, ઇ. સ. ૧૯૩૭ માં ગુરનીકા નામનું જગવિખ્યાત ચિત્રલેખન બનીને જન્મ પામ્યું. યુગવેગ બનેલી પિકાસાની ચિત્રકલા, આ ચિત્રમાં યુદ્ધના સહારનું વિકટરૂપ રચીને આ ભયાનકતામાં પણ માનવજીવનની નૂતન ઘટનાની ઉષાનુ એધાણ આપતી પ્રકાશી ઊડી. કેવું અદભુત આ ચિત્ર હતું !
ગુરનીકાના આ, કાળા અને સફેદ ચિત્રમાં, જમણી બાજુમાં, મરણુ પામતી વ્યક્તિની યાતના મુંગા શાર મચાવે છે. મેત પામેલા બાળક પાસે