________________
વિસમા એકાની સંસ્કૃતિની જીંદગી
આવી રાષ્ટ્રિયતાના આગેવાનનું નામ મેરેલાં હતું. આ મહાન કલાકાર આજે પહેલીવાર તરંગમાંથી નીચે ઉતરતે પૃથ્વી પર, અંકુરિત બનતા સંસ્કારરૂપને દેખતે વિમાસ હોતે, “ જાણે સૂરજમાંછી ઉતરી આવેલી જીવનની કલા સૂર્યમય છે, એ નીતિમાન નથી, અનીતિમાન નથી, એ તે અનંત અંધારા અવકાશને ઉજાળે છે. એવું એ કહેતે હતો તથા એની નજર સામે આવી કલા પૃથ્વી પર ઉતરતી દેખાતી હતી.
એના દિલની માનવજાતના શુભની પ્રચંડ પ્રમાણિક્તા પૃથ્વી પર ઉતરતી હતી અને પેલી કલા સાથે ભળવા માંડી હતી. પ્રમાણિકતાને એને વારસો પણ હતો. એના દિલમાં એના બાપદાદાઓની છાયા જીવતી જાગતી બેઠી હતી. ફ્રાન્સમાં પત્યાઘાતના દુર્ગ જેવા બેસ્ટાઈલના પતનમાં એના દાદાએ ભાગ ભજવ્યો હતો. એના દિલમાં સમાજ પ્રત્યે પ્રમાણિક્તા હતી. એનું ભાન કાન્તિની એ હિલચલથી મગરૂર હતું.
એટલે એ કલા ખાતર કલામાં સરી પડતે બચી ગયો અને યુરોપની સંસ્કારી એકતા પરના આક્રમણ જેવા પહેલા શાહીવાદી યુદ્ધ સામે એણે સ્વીટઝરલેન્ડમાંથી એક પછી બીજે લેખ લખીને લડત આરંભી.
એની આસપાસ બુદ્ધિમાનનું એક મંડળ જમા થયું. એમાં આઈનસ્ટાઈન, સ્ટીફન ઝવીગ, ફોરેલ, યુજેન, રેલગીસ, બરટ્રાંડ રસેલ, બારબુસ, નકલી વગેરે હતા. એમણે માનવતા પરના એ શાહીવાદી સંહાર સામે લડાઈ ચલાવી. આ સૌના સાથમાં રમે રેલાં કેવળ આદર્શોમાંથી હવે આંકડા સુધી આવી પહોંચે. એણે લખ્યું કે :
“ વિશ્વયુદ્ધનાં પહેલાં બે વરસમાં જ યુદ્ધમાં નફો કરનાર ચોવીસ મોટી કંપનીઓએ પાંચ સો ટકા ડીવીડન્ડ મોતને વેપાર કરીને વધારે વહેંચ્યું છે...”
ભૌતિક જગતના કલહમાંથી આદર્શોની દુનિયામાં ઊડી જવાની કિનારી પર ઊભેલ એ મહાનુભાવ પાછો પૃથ્વી પર આવી ઉભો. અને તેય આદર્શોના નગરના અધિપતિ જેવો એ પિતાના દિલની નીતિમત્તાને જ જવાબદાર હોય તે, યુદ્ધની નફાખોરીના આંકડા ટાંકતે હતે. ૧૯૧૭ના મેના પહેલા દિવસે એ મહાન કલાકાર જીવનકલાની દષ્ટિએ રૂસીકાન્તિને અભિનંદન પાઠવો કહેતા હતા કે :
રૂસી બાંધવો! તમે જેમણે તમારા જીવનની મહાન ક્રાતિ પ્રાપ્ત કરી છે તેમને અમારાં અભિનંદન પૂરતાં નથી...અમે તમારા ઋણી છીએ. તમારી