________________
વિસમા સૈકાની સંસ્કૃતિની જીંદગી
૭૪૯ આગ લાગી ચૂકી હતી. એ આવે તે પહેલાં સંહારમાં એનું ઘર, સ્ત્રી અને બાળકે તથા એનું પુસ્તકાલય બળીને ખાખ થઈ ગયાં હતાં. એણે જીવતા રહેવા માટે વતનને ત્યાગ કર્યો અને એ પોલેન્ડમાં પહેર્યો. ઈ. સ. ૧૬૪૧ માં એણે ઇગ્લેંડમાં આશરે લીધે, અને ત્યાં ક્રાન્તિની આગ સળગી ઉઠતાં પહેલાં એણે પારલામેન્ટમાં ભાષણ કર્યું. ઇંગ્લેન્ડ છોડવાની પણ એને ફરજ પડી તથા ઈ. સ. ૧૬૪૨માં એ સ્વીડન પહોંચ્યો. ત્યાંની શિક્ષણની ઘટનાને સુધારવા માટે એને વિનંતી થઈ. ઈ. સ. ૧૬૫૦માં હંગેરીએ એને આમંત્રણ આપ્યું. એ ફરીવાર પોલેન્ડમાં આવ્યા. આખરે ઈ. સ. ૧૬૭૧માં આ મહામાનવ મરણ પામ્યા.
વિશ્વ ઈતિહાસનાં આવાં સંસ્કારમૂલ્યનાં ભંડારીયાં પર ચઢી ગએલી ધૂળને ઉરાડીને, અજન્તાની ગુફાઓ જેવા વિશ્વઈતિહાસના ઓરડાઓમાં પ્રકાશના અક્ષરેને અંધારામાં વાંચવાના પ્રયત્ન હજુ હમણાં જ શરૂ થાય છે. ઇ. સ. ૧૯૫૭ની પાનખર રૂતુમાં ઝેકોસ્લોવાકીયાના પ્રાણા નગરમાં કોમેનીયસ નામના આ નૂતન શિક્ષકની ત્રણસોમી સંવત્સરી ઉજવવાનું નક્કી થયું છે. ત્રણ વરસ પરની, જીવલેણ જીવનદશામાં અનેક અગ્નિપરિક્ષાઓની યાતનામાં તવાઈને એણે પૂકારેલું નુતન જગત હજુ હમણાં જ બીજા વિશ્વયુદ્ધના સંહાર પછી આકાર ધારણ કરવા માંડયું છે. એણે આ જગતના સંસ્કાર જીવનની આગાહીને ત્યારે યુરોપના જીવનમાં સૌથી ઉચે ચઢીને પૂકારી હતી.
પરંતુ આજેજ એની ઉજવણીને યોગ્ય સમય પાકી ચૂ ગણાય છે. આજે ત્રણ વરસ પછી બેલછામમાં, પૂર્વ પશ્ચિમ જરમનીમાં બ્રિટનમાં, હોલેન્ડ, હંગેરી અને પિલેન્ડમાં તથા રશિયા ચીન અને યુગોસ્લાવીયામાં, એના નામનું નૂતન આવાહન બન્યું છે. આજે જ આ દેશનાં સંસ્કાર કાર્યકરોની સમિતિઓએ, પ્રાતા નગરમાં એની ત્રણસોમી સંવત્સરીને આંતરરાષ્ટ્રિય ઉત્સવ નક્કી કરે છે. આ ઉજવણીની આગેવાની “વર્લ્ડ ફેડરેશન ઓફ ટીચર્સ” ની આંતરરાષ્ટ્રિય સંસ્થાએ લીધી છે તેનું કારણ એ છે કે, કોમેનીયસ, આજના નુતન શિક્ષણના, સંસ્કારી વ્યવહારને પિતા ગણાવે છે. નૂતનયુગને જીવન કલાકાર, રસ્કીન ઈ. સ. ૧૮૧૯માં લંડન નગરમાં જન્મેલે, આ કલાકાર જીવન વ્યવહારને
ટીકાકાર બન્યો. અને કલાકૃતિઓના અર્થની તારવણી કરનારાં અનેક પુસ્તકો એણે લખ્યાં. ઈ. સ. ૧૮૫૩માં “ઓફ વેનીસ” નામનું પુસ્તક લખ્યા પછી એણે યુરોપીય કલાકૃતિઓના અર્થોની તારવણી કરતાં કરતાં શિલાઓમાં મઢેલાં રૂપદર્શનની પાછળ વહેતા જીવનના તંતુઓને પરિચય શરૂ કર્યો. ઈ. સ. ૧૮૬૦માં ચિત્ર કારોના પરિચયને પાંચમે ગ્રન્થ પૂરો કર્યા પછી એણે જીવનનાં સ્વરૂપની સાધના જાણે પૂરી