________________
૭૩૪
વિશ્વ ઈતિહાસની રૂપરેખા
મહાન દેશામાં એક મહાન બનાવ બન્યા હતા. આ બનાવ એ હતા, કે આ બંને વિરાટ દેશેાએ, પેાતાના પર લદાયેલી સૈકા જુની પરાધીનતા ફેંકી દીધી હતી. શાહીવાદની પકડમાંથી છૂટીને આ બંને દેશા આઝાદ અથવા વિમુક્ત થયા. આઝાદીની નવી પરિસ્થિતિમાં ચીન અને ભારત જેવા મહાન રાષ્ટ્ર બાંધવાએ પચીસ સૈકા પહેલાં પેાતે અપનાવેલી, સહકાર અને સહચારવાળી પરસ્પરની અનીતિ, આ બંને રાષ્ટ્રામાં જાગી ઉઠી. પચીસ સૈકાઓથી, સમાધિ લગાવીને આ બે મહાનરાષ્ટ્રોના રખેવાળ જેવા ગૌતમબુદ્ધ જાણું જાગી ઉડ્ડયા અને પોતાના શાંતિમય સહકારરૂપે વિરાટના કદમ ઉઠાવતા એલ્યે!, “ સંધની શાંતિ એજ મારું શરણુ છે.”
ભારતી—ચીની ભાઇભાઇની, જનહાકલ આ બન્ને રાષ્ટ્રોમાં શાંતિની હાકલ બની. બંનેની રાષ્ટ્ર નજરમાં પરસ્પરની રાષ્ટ્ર અધિવતા વતી ખની ગઇ. આખા એશિયા માટે જ નહીં પણ રાજકીય અને આર્થિક રીતે એક બનેલા આખા વિશ્વ માટેની, વિશ્વશાંતિની યાદગાર ધટના, દિલ્હીના ભારતીય પાટનગરને આંગણે. ચુ-નહેરૂ શાંતિસ્ત ંભ જેવી, અશોકસ્ત ંભની તેમ નીચે કાતરાઈ ગઈ. વિશ્વ – ઇતિહાસે, પંચશિલમ્ નામનું, રાષ્ટ્રરાષ્ટ્ર વચ્ચેની નીતિમત્તાનુ, રાજના આંતર રાષ્ટ્રિય વ્યવહારનું નવું જ પ્રકરણ લખ્યું. વિશ્વશાંતિના ધડતરના આ મુદ્રાલેખ ચીન અને ભારતની શાંતિચાહક પરદેશનીતિના સત્વરૂપે ધડાયા. એશિયા ભરનાં તમામ રાષ્ટ્રમાં, દરેક વના લાક સમુદાયમાં જાગેલી એશિયાની નૂતન જાગ્રુતિના પ્રતીક સમી, પરસ્પરની, સહકાર માટેની, આંધવતા માટેની તથા એકતા માટેની તિવ્ર ઇચ્છના અંધુભાવે, દિલ્હી મુકામે, ચુ-નહેરૂ મુલાકાતે ઘડેલા, એશિયાઈ બાંધવતાના પાંચ મુદ્દાને વધાવી લીધા. અખિલ હિન્દ શાંતિ સમિતિએ ભારતભરમાં ૧૯૫૪ના સપ્ટેમ્બર મહીના, એશિયાઇ બાંધવતાની શાનદાર ઉજવણીથી દિપાવ્યો.
યુ-નહેરૂ જાહેરાતના એશિયાઇ બાંધવતા અને વિશ્વશાંતિનેા પાયા બનનારા [ પરસ્પરની પ્રાદેશિક અખંડિતતા તરફનેા માનભાવ, તથ બીનદરમ્યાનગીરી પરસ્પરના બીન આક્રમણ કરાર, પરસ્પર સમાનતા અને શાંતિમય કલ્યાણકારી સહજીવન ] પાંચ મુદ્દાઓવાળી, બાંધવતા ભરી ધેાષણા કરીને, ભારત અને ચીનના આ મે મહાનુભાવાએ, સમસ્ત એશિયા ખંડ અને વિશ્વભરમાં શાંતિની નવી હવા અને પ્રેરણા, તમામ રાષ્ટ્રો માટે ઉભરાવી દીધાં.