________________
૭૩૨
વિશ્વ ઈતિહાસની રૂપરેખા રણહાકલ બનાવીને સમસ્ત સમુદાયની વિમુક્તિની હિલચાલ બની. પછી ફ્રાન્સની શાહીવાદી સરકાર સાથે પિતાના રાષ્ટ્રવતી હવે મસલત કરવા એ પેરીસ ગયો હતો. ત્યાં ચર્ચાને અંતે, “વિમુક્તિ માટે અમારે લડવું પડશે તે લડી લઈશું” એમ ખાત્રી આપીને એ પાછો ઈન્ડોચીન આવી પહોંચે.
વિમુક્તિને પ્રચંડગ ઈન્ડોચીને આરંભી દીધે. અમેરિકન શાહીવાદના બધા શસ્ત્રસાજ વિમુક્તિના આ સંગ્રામમાં, ચૂરા થઈ ગયા. ફ્રેંચ શાહીવાદનાં બધાં લશ્કરે આ હિલચાલને માર ખાઈને પાછાં પડ્યાં, તથા આ શાહીવાદના સેનાપતિઓ કેદ પકડાયા. ઈ. સ. ૧૯૪૬ માં આરંભાયેલી વિમુક્તિની આ લડાઈએ ઈ. સ. ૧૯૫૪ સુધીમાં ઇંચ શાહીવાદનો પરાજ્ય કરીને એશિયાભરમાં, વિમુક્તિની હિલચાલની વિરચીત તસ્વીર રચી દીધી અને આ છબીમાં પ્રાણ જેવો જડાઈ ગએલે, હે, આજે બડુગમાં વિમુક્તિ અને વિશ્વશાંતિની અભંગ એકતાને સાથીદાર બનીને આવી પહોંચ્યો હતે. આફ્રિકા પણ આવી પહોંચ્યો હતો
વિશ્વશાંતિના આ વિમુક્તિના સમારંભમાં, એશિયાને ભેરૂબંધ બનીને આફ્રિકા પણ અહીં બહુગમાં આવી પહોંચ્યા હતા. ભારતના ગાંધીજીએ જ્યાં વિમુક્તિનો પહેલ ક્રમવિધાન, સવિનય ભંગના નામને શરૂ કર્યો હતો, ત્યાંથી, દક્ષિણ આફ્રિકામાંથી ઈ. સ. ૧૯૫૫ ના એપ્રિલમાં જ ઘડાએલા, શાહીવાદી ઘટનામાં, પણ અતિ પછાત એવી જાતિવાદી સરકારના, “બાટુ એજયુકેશન એકટ” ને લઈને વિમુક્ત રાષ્ટ્રના આ સમારંભમાં ફરિયાદ નોંધાવવા, અને સંસ્કૃતિના નામમાં, પિતાનો અવાજ ઉઠાવવા દક્ષિણ આફ્રિકાનો પિડીત માનવ અહીં આવી પહોંચ્યો હતો. દક્ષિણ આફ્રિકાની આ ઘટના, ઓખાય સમારંભ પર વિષાદની છાયા ફેલાવી દેતી હતી. આફ્રિકાની ગેરી હકુમતે, સંયુક્ત રાષ્ટ્ર સંઘે ઘડેલા માનવ અધિકારનો પ્રાથમિક દસ્તાવેજ પણ ચિરી નાખ્યો હતો. સંસ્થાનિક પરાધીનતાનું આ કાળું ધાબું હજુ આફ્રિકાના દક્ષિણ દેહ પર જેવું ને તેવું નિર્દય અલુ રહ્યું હતું. આફ્રિકાની વિમુક્તિની લડત દક્ષિણમાં આ કરપીણતા સામે ચાલુ હતી. અરધા શૈકા પર આ નિદર્યતા સામે જેણે લડતનો આરંભ કર્યો હતો તે મોહનદાસ કરમચંદ ગાંધીના દિકરા મણિલાલ ગાંધીએ આજે પણ આ લડતની સાથીદારી જાળવી રાખી હતી. આ મહાસમારંભમાં આફ્રિકાની જ કિનારી પરના મધ્યપૂર્વના ઈજીપ્ત નામના મહાન દેશને પ્રમુખ નાસેર પણ આવી પહોંચ્યો હતો. આ પ્રમુખમાં આખા રાષ્ટ્રપિતાની વિમુક્તિનું ટ્રસ્ટ રચ્યું હતું. વિમુક્તિના આરંભમાંજ, આ રાષ્ટ્રના કેરે નગરમાં જ્યારે, અમેરિકન શાહીવાદના અને અંગ્રેજ