________________
વિસમા સકાની સંસ્કૃતિની જીદગી
૭૩૭
ને આગળ વધશે જ એમ ૧૮૩૦ની જુલાઈ કાન્તિ તથા ૧૮૪૮ની ફેબ્રુઆરી કાન્તિની હિલચાલે ખાત્રી આપી ચુકી હતી. આ બંને કાતિઓએ યુરેપના ઇતિહાસની અર્ધશતાબ્દિ ઉજવી હતી તથા યુરોપ પર વાસ્તવવાદનું રીતસરનું ઉદઘાટન કર્યું હતું. આ વાસ્તવવાદનું રૂપ યુરોપના જીવનના વ્યવહારના એકેએક વિભાગ પર છવાતું હતું. આ વાસ્તવવાદના સ્વરૂપવાળો યુરેપને આત્મા, કરોડ કઠે, કવિતાનું, કલાનું, અર્થકારણનું અને રાજકારણનું વાસ્તવરૂપ બનીને નૂતનયુગનું જીવનસ્તોત્ર લલકારતો હતે. જુના જગતના બધા જપયજ્ઞો, આ વાસ્તવવાદના શ્રમયજ્ઞ આગળ જુઠા પૂરવાર થતા હતા. જગતને પ્રાણ વાસ્તવિક જીવન ઘટનાની આરાધના વડે વાસ્તવિક જીવનરૂપના વાસ્તવસત્યની આરાધના શરૂ કરતા હતા. વાસ્તવવાદનું સૌંદર્યરૂપ
આ નૂતનજીવનરૂપ આરંભમાં, કદરૂપું દેખાતું હતું. યુરોપ ખંડ જેને વિશ્વઈતિહાસવતી ખૂલ્લું મૂક્યો હતો તે વાસ્તવવાદ, દિવસ અને રાત્રિના નિસર્ગરૂપમાં “ગેસ લાઈટ” સળગાવતે હતે. લંડનમાં આ કૃત્રિમ પ્રકાશ સૌથી પહેલાં પેટાયો અને પછી યુરોપનાં બધાં નગરોમાં એનું અજવાળું વાસ્તવિક બન્યું. પછી તરત જ યુરેપનાં નગર પરના રંગ બદલાયા. કવિતાઓ અને ફલકે પરની છાયાએ પણ પલટાવા માંડી. નાગરિકના અલંકાર અને પહેરવેશે પણ બદલાવા માંડ્યા. ખાણાં પીણુની રીતરસમ અને વાળ કતરાવવાની ફેશને પણ પલટાવા માંડી. છીકણી સુંઘવાની ગંદી ટેને બદલે સીગાર ફેંકવાની નવી ટેવો દાખલ થઈ. વાસ્તવવાદી, નર, નારી અને બાળક બાળકીઓનાં સ્વાંગ પણ પગથી માથા સુધી નૂતનરૂપ ધારણ કરવા માંડ્યાં.
જીવનરૂપ નૂતન ઘટના બનીને પિતાની કાયાપલટ કરતું બધે જ દોડતું દેખાયું. ઈ. સ. ૧૮૪૨માં બ્રેશન અને ન્યુયોર્ક વચ્ચે સ્ટીમર સરવીસ દોડવા માંડી હતી અને રોમાન્ટીક સફરી જહાજે શમી જવા માંડ્યાં હતાં. જમીન પર દોડતાં વરાળીયાં એંજીનો ભેરૂબંધ બનીને સ્ટીમરોન રૂપ સાગરેપર છવાવા માંડયાં. હાથથી ચાલતાં છાપખાનાને બદલે નવાં નાગરિકોના નવા શબ્દો છાપવા માટે ઝડપી મુદ્રણયંત્ર શરૂ થયાં. લંડનનાં “ટાઈમ્સ” જેવાં છાપાંએ નૂતન સમયને નૂતન શબ્દની સર્વશક્તિમતા અર્પણ કરી. આ જીવન વાસ્તવરૂપ પશ્ચિમ યુરોપમાંથી પૂર્વ યુરો૫પર પથરાયું અને ત્યાંથી સંસ્થાનો તરફ ગતિ કરવા લાગ્યું. વિશ્વ ઈતિહાસની આ વાસ્તવકૃચ દેશકાળનાં અંતર ભૂસતી આગળ વધી હર્બર્ટ સ્પેન્સર અને બ્રાઉનીંગ
વિશ્વઈતિહાસની વાસ્તવિક બનતી સંસ્કૃતિના સંસ્કાર સ્વામીઓમાં આ
3.