________________
૭૧૪
વિકવ ઈતિહાસની રૂપરેખા જાપાન સાથેના લશ્કરી કરાશે. અમેરીકન શાહીવાદ સાનફ્રાન્સીકે મૂકામે કરતે હતે. આ કરારમાં હાજર રહેવાની ભારત અને બ્રહ્મદેશે ના પાડી દીધી અને અમેરીકન શાહીવાદ સામે એશીયાને આ પ્રતિકાર ફરીવાર અથડાયો. ઓસ્ટ્રેલીયાએ અને ફીલીપાઈન્સે પણ આ શાંતિકરારને વિરોધ કર્યો. ઈન્ડોનેશિયાના પરદેશમંત્રીએ આ શાંતિકરારમાં સહી કરી હતી પરંતુ ઇન્ડોનેશીયાની પાર્લામેને તેને નકારી કાઢી. જવાહરલાલ નહેરૂનું શાંતિમય રાજકારણ જાપાનપર લાદવામાં આવતા શાંતિકરારના વિરોધમાં એશિયાનું આગેવાન બન્યું. જાપાનમાં પણું શાહીવાદ સામે વિરોધ જાગી ઉઠયો. આ કરાર વડે અમેરીકન શાહીવાદ એશિયાભરમાં ઉઘાડે પડી ગયો. આ “શાંતિ કરારની અંદર ગુપ્ત રહેલા એશિયાપર અશાંતિ અને યુદ્ધ ફેલાવવાના કાવતરાવાળા અમેરીકન કરારનામા સામે ૧૯૫૧ ના ફેબ્રુઆરીની ૬ઠ્ઠીએ જાપાનની રાજસભાની બન્ને ગૃહની સ્ત્રી સભાસદેએ અમેરીકાના પરદેશમંત્રી જેન ફેસ્ટર ડલેસને ટોકીયાનગરમાં મેમેરેન્ડમ આપ્યું. આ મેમરેન્ડમ જાપાનની જનતાની સ્ત્રી પ્રતિનિધિઓનું હતું તથા જાપાનને સાચો અવાજ રજુ કરતું હતું કે “અમારી પહેલી અને છેલ્લી પ્રાર્થના યુદ્ધને નિવારવા માટેની છે. અમે માતાઓ પત્નિઓ અને બહેને યુદ્ધને ધિક્કારીએ છીએ. પાછલાં વર્ષોમાં અમે જાપાનીઓએ યુદ્ધને જગાવીને ખૂબ સહન કર્યું છે. હવે અમે યુદ્ધની તમામ રીતભાતોમાંથી અમારો વિશ્વાસ ગુમાવી દીધો છે. એટલા માટે અમે અનુરોધ કરીએ છીએ કે જગતમાંથી અને પૂર્વની પ્રજાઓમાંથી મનુષ્યને સંહાર કરવાની રીતભાતને અટકાવી દઈને સાચી સંધ સલામતીનું નિર્માણ કરવાની જરૂર છે. જેમણે અમારી ભૂતકાળમાં યુદ્ધ કરવાની રીતને લીધે સહન કર્યું છે તે સૌ દેશના અમે ઋણી છીએ અને સદંતર રીતે યુદ્ધની તમામ રીતભાતનો ઈન્કાર કરીએ છીએ.”
ત્રીજા વિશ્વયુદ્ધ તરફ ઝડપથી ધસતી, અમેરિકન અને બ્રિટન તથા ફ્રાન્સની સામ્રાજ્યવાદી સરકારની આગેવાની નીચે રચાયેલાં યુદ્ધ જૂથની રચનાની સાથે સાથે જ બ્રિટનના સામ્રાજ્યવાદે બીજા વિશ્વયુદ્ધ પછી તરત જ મલાયા અને બ્રહ્મદેશની આઝાદીને કચડી નાખવા યુદ્ધ શરૂ કરી દીધું. ફ્રાન્સના સામ્રાજ્યવાદે એજ અરસામાં વીએટનામની આઝાદીને છુંદી નાખવા યુદ્ધ આરંવ્યું, તથા એ સમયમાં, હોલેન્ડે ઇન્ડોનેશિયાપર યુદ્ધ શરૂ કર્યું. એજ સમયમાં, અમેરિકન શાહીવાદે દૂર પૂર્વમાં ચીન સામે યુદ્ધની રચના આરંભી દીધી. એશિયાપરની અમેરિકન ચુદ્ધ રચનાનો પહેલો મેરો, ફેરમાસા
પછી આ સામ્રાજ્યવાદી લશ્કરી જુથે અને ખાસ કરીને અમેરિકન શાહીવાદે રસાપર પ્રેતાનું મથક બનાવ્યું. આ તાઈવાન અથવા ફોર્મોસા, ચીન