________________
વિશ્વ ઈતિહાસનું સરવૈયું, વિશ્વ શાંતિ કે વિવસંહાર ! ૭૫
આક્રમણખોર પક્ષમાં સલામતિ સમિતિએ મત દીધે પણ રશિયાએ પિતાના વિટ વડે આ ઠરાવને ઉરાડી દીધે. પણ સવાલ તો ઉભો જ રહ્યો
પણ પાકીસ્તાને કરેલા આક્રમણમાંથી, આક્રમણના સવાલને બદલે જેના પર આક્રમણ થયું હતું તેને જ દંડ દેવાને સવાલ અમેરિકન શાહીવાદે તરત જ એક બીજે ઠરાવ રજુ કરીને ચાલુ રાખે. આ રીતે બગદાદી કરારને યુદ્ધખોર ભરડે, ભારતની ભૂમિ પર આક્રમણનો પક્ષ લઈને ઉતરી ચૂકે. વિશ્વઇતિહાસમાં યુદ્ધ નામનો સવાલ, કેરીયામાં, ઈજીપ્તમાં, ઇન્ડોચીનમાં અથવા જગતના બધા દેશ પર શાહીવાદી યુદ્ધખર ઘટનાના લંબાતા સાણસાઓ જે ફરવા નીકળી ચૂક હતા. હવે તે ભારતની ભૂમિ પર પણ આવી પહોંચે.
શાહીવાદી યુદ્ધખોર ઘટનાને આ સવાલના જેવા જવાબ, જગતનાં બીજા મિમુક્ત રાષ્ટ્રએ દીધા હતા, તેવો જ જવાબ, આ ભારતભૂમિના, પંચશિલમ્ રૂપવાળી પરદેશનીતિને સંભળાયો કે, “કાશ્મીરને સવાલ, કાશ્મીર નામના, ભારતના પ્રદેશ પર પાકીસ્તાને કરેલા આકમણને સવાલ છે. આ સવાલનો જવાબ એ છે કે પાકીસ્તાને કાશ્મીર પર આક્રમણ કરીને જે વિભાગ પર પિતાને અધિકાર હજુ જમાવી રાખે છે તે “આઝાદ કાશ્મીર” પ્રદેશ પરથી પણ એ આક્રમણખેરે હટી જવું. આ સવાલને એ એક જ જવાબ હોઈ શકે છે, પરંતુ એ સવાલના જવાબમાં, અમારી ભૂમિ પર કેઈપણ પરદેશી કે સંયુક્ત રાષ્ટ્રોના નામવાળી ફેજ ઉતારવાનું અડપલું કરીને અમારા સાર્વભૌમત્વમાં દરમ્યાનગીરી કરવામાં આવશે તે ભારત સરકાર તેને સંપૂર્ણ સામને કરશે.' વિશ્વયુદ્ધ એટલે વિશ્વસંહાર
રાષ્ટ્રસંધના અસ્તિત્વને જોખમમાં નાખીને, વિશ્વશાંતિના બંધારણની ઉપરવટ થઈને તથા, ન્યાયના પાયાઓને અનાદર કરીને, આજે જ્યારે સામ્રાજ્ય
† "For 300 years, from Clive to Wellesley, from Wellesley to Dalhousie, To canning, to Minto, to Linlithgow, India has tried to liberate its soil from the presence of foreign feet. This security council dare not ask us to accept the introduction of foreign troops on our sacred Soil."
(Krishna Menon)