________________
૭૧૨
' વિશ્વ ઈતિહાસની રૂપરેખા ત્યાર પછી આ આર્થિક શાહીવાદ બીજા વિશ્વ યુદ્ધમાં પિતાના ઉદ્યોગને જરા પણ નુકશાન થયા વિના તથા જગત પર પિતાના લશ્કરી થાણાઓને વધારી મૂકીને વિજયી બનીને બહાર નીકળ્યો. ઈ. સ. ૧૯૪૭ના જાન્યુઆરીમાં આ શાહીવાદના લશ્કરી ઉસ્તાદ ફીલ્ડીંગ ઇલીયટે જાહેરાત કરી કે “યુનાઈટેડ સ્ટેટસ અને ગ્રેટ બ્રિટન પાસે આજે સર્વ શક્તિમાન એવી નૌકા તાકાત તથા આખા જગત પર પોંચી વળે એવી અસાધારણ ઝડપવાળી વિમાની તાકાત છે. આ બંને સત્તાઓ પાસે આજે છેવટની ઢબને શસ્ત્ર સાજ છે તે ઉપરાંત નૂતન ઢબનાં આયુધોમાં તેમની પ્રગતિ અજોડ છે. આખા જગતમાં આજે એકલા યુનાઇટેડ સ્ટેટ પાસે જ અણુ બોમ્બનું આયુધ છે.” ત્યાર પછી આ આર્થિક શાહીવાદે જાપાનને કબજે કરી લીધે અને જાપાન પરથી દક્ષિણ કેરિયાને પણ કબજે કર્યો. હવે આ શાહવાદની યેજના ઉત્તર કોરીયા પર આક્રમણ કરીને ચીન પર ચઢાઈ કરવાની તૈતારી કરવા લાગી. એશિયાપરનું અમેરિકન આક્રમક રૂપ - હવે અમેરિકન શાહીવાદે એશિયા પર કબજો મેળવવાનું આક્રમણ સ્વરૂપ જાપાનને પિતાનું મથક બનાવીને શરૂ કર્યું. પનામાની નહેર પરનું અમે રીકન લશ્કરી થાણું અલાસ્કા હવાઈ અને પનામાની લાઈન દોરી પરથી પશ્ચિમ તરફ હવે જાપાનને ફિલીપાઈન્સ સાથે એક થઈ ગયું. આ રીતે બીજા વિશ્વયુદ્ધ પછી અમેરીકાની લશ્કરી હદ દૂર પૂર્વને અડી ચૂકી. આ લશ્કરી સરહદ અમેરિકાની જગતભરમાં અજોડ એવી આર્થિક તાકાત સાથે આગળ વધવા માંડી. આ આર્થિક શાહીવાદની તાકાત, અજોડ એવી લશ્કરી તાકાત સાથે એકમય બની ચૂકી. આ તાકાતનું સંહારક સ્વરૂપ અણુબોંબનું બન્યું. અમેરીકાએ અણુ બેઓનો પ્રાયોગિક એવો પહેલે ધડાકે બિકીની પર કર્યો આ ધડાકા પર વિવેચન કરતા પંડિત નહેરૂએ કહ્યું કે “અમેરીકન સરકારે આ ધડાકા વડે પિતાની તાકાતની જાહેરાત કરી છે તથા પોતાની પ્રદેશ નીતિમાં જે કોઈ આડું આવે તેને ઉડાવી મૂકવાની જાહેરાત પણ કરી છે. આ રીતે અમેરીકન શાહીવાદે પાસીફીક મહાસાગરને ઓળંગીને દક્ષિણ કોરીયા પર પોતાની કાર્ય વાહી શરૂ કરી. કોરીયાના માનવ સમુદાયને આર્થિક રાજકિય અને લશ્કરી રીતે ગુલામ બનાવીને અમેરીકાએ તે પ્રદેશ પર સી ગમનરી નામના એક પિતાના આડતીયાને પ્રમુખ તરીકે નિમ્ય તથા અનેક વર્ષોથી પિતાની શાહીવાદી લાલ સાને ઉત્તેજીત કરી રહેલા પણ પિતાની શાહીવાદી પકડમાંથી સરી ગયેલા વિરાટ ચીન દેશને આક્રમણ કરીને ગુલામ બનાવવાની યોજનાઓ ઘડવા માંડી.