________________
વિશ્વ ઈતિહાસની રૂપરેખા પ્રાચીન દેશના આ પ્રાચીન પ્રાંતને મુક્ત કરવાને પિતાને નિરધાર જાહેર કર્યો. અને અમેરિકન અને બ્રિટીશ સરકારે, ઈ. સ. ૧૯૪૩માં કેરે મૂકામે, ડિસેમ્બરની ૧ લી તારીખે કરેલી જાહેરાતની જગતને જાણ કરી. ત્યારે આ બંને સરકારોએ જાહેરાત કરી હતી કે, “અમારે હેતુ, ચીની આઝાદ પ્રજાસત્તાકમાં, જાપાને ચોરી લીધેલા ચીનના તમામ પ્રાંતે, જેવા કે, મંચુરીયા, ફોર્મોસા અને પીકાડર્સ ફરીવાર માતૃભૂમિ સાથે જોડાઈ જાય તેની કાળજી રાખવાને છે.” પરંતુ ત્યારપછી અમેરિકન શાહીવાદે ચીન પર આક્રમણ કરવાના એકજ ઈરાદાને, સૌથી મોટો બનાવી દઈને, ધીમેધીમે ચીન રાષ્ટ્રને, રાષ્ટ્રસંઘમાંથી બહાર રાખીને, પિતાને યુદ્ધખોર કદમ ચીન પર ઉઠાવવા માંડ્યો. આ દિશામાં પહેલા પગલા તરીકે અમેરિકન શાહીવાદે, જગતભરની નીતિમત્તા અને શાંતિ વ્યવહારને કંપાવી મૂકે તેવી જાહેરાત, પોતે ચાંગ-કાઈ શેકની દેશદ્રોહી એવી ફોરમોસાની સરકાર સાથેના પરસ્પરના રક્ષણના લશ્કરી કરારની કરી. આ કરાર વડે, ફેર્મોસાના રક્ષણ માટે એટલે ફેર્મોસા, ચીનમાં જોડાઈ ન જાય તે માટે, તથા ફેર્મોસાપરથી ચીનપર આક્રમણ થઈ શકે તે માટે, અમેરિકન યુદ્ધાર શાહીવાદને, પિતાનાં જમીનનાં દરિયાઈ તથા હવાઈ લશ્કરે, ફેર્મોસાની ભૂમિપર રાખવાના તથા તે લશ્કરે વડે યુદ્ધ ખેલવાના અધિકાર મળતા હતા.
વિશ્વશાંતિ સામે અમેરિકન શાહીવાદનું આ પગલું, ચીનની પ્રજાસત્તાક સરકારના વડાપ્રધાને ધિક્કારી કાઢતાં જાહેર કર્યું કે, “આ પગલું લઈને અમેરિકન શાહીવાદે ચીનની નુતનલોકશાહી પર અને ચીનના લેસમુદાય પર આક્રમણ કરવાની યુદ્ધની જાહેરાત કરી છે. તથા સંયુક્ત રાષ્ટ્રસંઘમાં વિમુક્ત અને વિરાટ એવા મહાન ચીન રાષ્ટ્રને પ્રવેશ અટકાવી રાખે છે.” ચીનપર આક્રમણ કરવાને બીજો મોરચે, દક્ષિણ કેરીયા.
બીજા વિશ્વયુદ્ધના અંતમાં જ શાહીવાદી રાજકારણે, કોરીયાના આઝાદ બનતા પ્રદેશને અરધોઅરધ તેડી નાખ્યું હતું. ૩૮ મી પેરેલલ આગળ કોરીવનરાષ્ટ્રની વિમુક્તિની હિલચાલમાં વિંધ પાડી દઈને દક્ષિણ કોરીયાપર અમેરિકન શાહીવાદે પિતાને મેર ગોઠવી દીધું હતું. આ પહેલાં જ ફરસા નામના ચીનના ટાપુને ચીનના રાષ્ટ્ર દેહમાંથી છેદી નાખીને તેના પર પિતાના શસ્ત્ર સરંજામ અને નૌકા કાફલાના રક્ષણ નીચે ચાંગ કાંઈશેકની સરકારને બેઠવી દઈને જગતભર પર અટ્ટહાસ્ય કરીને અમેરિકન શાહીવાદે આ ફરસાને જ ચીન રાષ્ટ્રની બેઠક પર રાષ્ટ્રસંધમાં પણ બેસાડી દીધો હતો. આ ફોર્મોસાપર