________________
વિવ ઈતિહાસનું સરવૈયું, વિકવ શાંતિ કે વિવસંહાર! . ૭૧ બને. એશિયાભરમાં સૌથી મોટું એવું વિમાની મથક પાક્રીસ્તાનમાં કરાંચી પાસે બંધાયું. ત્યારપછી તરત જ પાકીસ્તાનમાં અમેરીકન હથિયારોના ઢગલા મદદ તરીકે આવી પહોંચ્યા અને અમેરીકન સરકારે પાકીસ્તાન સાથે લશ્કરી મદદના કરાર કરીને પાકીસ્તાનના લશ્કરને તાલીમબધ્ધ બનાવવા પિતાના લકકરી અમલદારને રવાના કર્યા. અદ્રષ્ટ સામ્રાજ્યનું આકમણરૂપ
અમેરિકાના આ અદ્રષ્ટ સામ્રાજ્યનું અથવા પંડિત નહેરની ભાષામાં કહીએ તે આ “આર્થિક શાહીવાદનું” રૂપ સંસ્કૃતિ નહીં પણ સંહારના સ્વરૂપમાં દેખાઈ ચૂકતું હતું. પિતાનાં આર્થિક હિત માટે, પરાયા રાષ્ટ્રની ધન દલત પર કાબુ જમાવનાર તથા તેના પર લશ્કરી કાબુ જમાવીને તેના રાજકારણના બધા દેરી સંચાર પિતાના હાથમાં ધારણ કરનાર અમેરિકન શાહીવાદનું સંહારક સ્વરૂપ, યુદ્ધના લશ્કરી કરારની રચના મારફત દેખાઈ ચૂકયું હતું.
શાહીવાદના આ સ્વરૂપે યુદ્ધને વિરોધ કે નિર્બળને પક્ષ કદી કર્યો નથી. આ શાહીવાદે આરંભમાં જ શાંતિ માટેના ઈ. સ. ૧૮૯૯ના હેગનેન્શનને પણ અનુમોદન આપ્યું ન હતું અને યુદ્ધમાં વપરાતી ડમડમ ગેળીઓને ગેર કાનુની ઠરાવી હતી તથા ૧૯૨૫ ના જીનેવા પ્રોટોકોલને પણ અનુમોદન આપીને યુદ્ધમાં વપરાતા ગેસ સામે પિતાને વિરોધ નોંધાવ્યો નહતું. આ શાહીવાદે જ ઇ. સ. ૧૯૪૫માં જંતુ યુદ્ધને જાપાની પ્રદેશ પર અમલ કર્યો હતે. પહેલા વિશ્વયુદ્ધમાં જર્મની મનવારે જ્યારે અમેરિકન યુદ્ધ કેદીઓને લઈ જતા જહાજને ડૂબાડી દીધું હતું ત્યારે તે સામે અમેરિકન સરકારે પોતાને રોષ જાહેર કર્યું હતું પરંતુ આ શાહીવાદી સરકારેજ બીજા વિશ્વયુદ્ધમાં અણુ બૅબ વડે જાપાનના હિરોશીમા અને નાગાસાકી નામના બે નગરનું ખૂન કરી નાખ્યું અને એ રીતે આકાશમાંથી જ ખેલાતા વિમાની યુદ્ધની ભયાનકતાને તથા તેની સંહારક વ્યાપતાને હજારો ગણી વધારી મૂકી અને આબાલવૃદ્ધોના માનવ સમુદાયને સંહારી નાખ્યા. સંહારની આવી વ્યાપકતા આ આર્થિક શાહીવાદે વિશ્વ ઈતિહાસમાં પહેલીવાર ખૂલ્લી મૂકી. જ્યારે જાપાનને પરાજય હાથ વેંતમાં દેખાતો હતો તે સમયે જ જ્યારે એટમ બોંબ જેવા સર્વાગી સિંહારના શસ્ત્રને વાપરવાની જરાપણ જરુર નહતી ત્યારે જાપાન પર એકાએક કબજે કરી લેવાના આશયથી તથા એશિયા પર જાપાનને બદલે અમેરિકન સામ્રાજ્યની હકુમત ગોઠવી દેવાની તાલાવેલી ધારણ કરીને આ શાહીવાદે યુદ્ધને સવ સંહારક સ્વરૂપ ઈ. સ. ૧૯૪૫ ના જુલાઈની ૧૬ મી તારીખે ખૂલ્લું મૂક્યું.