________________
૩૯ વિશ્વ ઈતિહાસનું સરવૈયુ, વિશ્વ શાંતિ કે વિશ્વસંહાર!
[ સંસ્કૃતિની ઉધારબાજી, ભૂખમરે, રેગચાળે, અને યુદ્ધો – યુદ્ધનાબુદીની શુભેચ્છાઓના આગેવાન–યુદ્ધના પરિતાપનું પ્રાયશ્ચિત–વિશ્વશાંતિની અને વિશ્વયુદ્ધની સંસ્થાઓ–બીજા વિશ્વ ચુદ્ધના અંતમાં જ સંસ્થાને શોધતે અમેરિકન શાહીવાદઅમેરિકાને વિશ્વ વિજયને પ્લેબને ભૂહ-વિધવિજયની યુદ્ધ રચનાની વ્યાપકતા–સીએમાં સિઆમ અને પાકિસ્તાન–અદ્રષ્ટ સામ્રાજ્યનું આક્રમણરૂપ—એશિયાપરનું અમેરિકન આક્રમણ– જાપાન પર શાંતિ કરાર નામને યુદ્ધ કરાર–ચીન પરની યુદ્ધ રચનાને પહેલે મેર, ફરસા-ચીન પરના આક્રમણને બીજે મેર, કેરીયા-એશિયા પર યુદ્ધખોર ભરડે, સી –મધ્યપૂર્વ પરને યુદ્ધાર કરાર, બગદાદ કરાર-શાહીવાદી ઘટનાનું મધ્યપૂર્વ પ૨નું રાજકારણ—ઇજીતે કરેલું પંચશિલમનું શિલારે પણ અમેરિકન શાહીવાદની આઈઝેનહેવર ડોકટ્રીનની કાર્યવાહી–ભારતીય વિમુક્તિની કટી, કાશમીરને સવાલ–વિશ્વયુદ્ધ એટલે વિશ્વ સંહાર–વિશ્વશાંતિ કે વિશ્વવિગ્રહ–વિશ્વશાંતિનાં વિમુક્ત રાષ્ટ્રોને સમારંભ–રાષ્ટ્રવિમુક્તિનાં નૂતન પાત્રો–વિશ્વશાંતિનું આફ્રિકન પરિબળ–વિશ્વશાંતિનું શિલ, પંચ શિલમ ] સંસ્કૃતિની ઉધાર બાજુ, ભખમરો, યુદ્ધો અને રોગચાળો
જગતની સંસ્કૃતિની શરૂઆતથી તે આજ સુધીમાં, સંસ્કૃતિની ઉધાર બાજુ હજુ જોઈએ તેટલી ઓછી થઈ નથી. યંત્ર અને ઔદ્યોગિક ઉત્પાદન માનવ જાતની સુખ સગવડે ઘણું વધારી મૂકી છે, છતાં તેની માનવકલ્યાણકારી વહેંચણું અથવા ન્યાયસમતા ભરેલું તેનું વિતરણ હજુ થયું નથી. જગતના બે મહાનખંડે, એશિયા અને આફ્રિકા હજુ હમણાં જ પગભર બનવા માંડ્યા છે, તથા પિતાના માનવ સમુદાય માટે ઔદ્યોગિક ઉત્પાદન અને જીવન વહીવટની રચનાની નૂતન યોજનાઓ આરંભવા માંડ્યા છે. ત્યારે પણ આ બન્ને ખંડ પર વસતા વિરાટ એવા માનવ સમુદાયોને, તેમની જુગજની ગરીબાઈમાં ભૂખમરામાં અને ગુલામીમાં પાછા ઘસડી જવાના બધા દોરી સંચાર તથા કાવતરાંઓ, જગતની શાહીવાદી ઘટના તરફથી યોજ્યા કરવામાં આવે છે.