________________
૩૫ સંયુક્ત રાષ્ટ્ર સંઘ અને વિશ્વ શાંતિનો સવાલ
[ શાંતિ અને યુદ્ધની ભાવના–સામ્રાજ્યની યુદ્ધની જીંદગી –પહેલા વિશ્વયુદ્ધનું કારણ, પરિણામ, અને તેને પદાર્થપાઠ –યુદ્ધમાં ઉતર્યા વિના સંસ્થાનની ફેરબદલીને સવાલ–નૂતન વિશ્વરચનાને અવાજ–વિશ્વની વિમુક્તિ કે વિશ્વયુદ્ધ!—યંત્રતંત્ર અને શાંતિની સંયુક્ત ઉપાસના કરતો એક જ દેશ- વિશ્વશાંતિનું અર્થકારણ અને રાજકારણ-સામાજિક વ્યવહારનું આંતરરાષ્ટ્રિય સંસ્થારૂપ–લીગ ઓફ નેશન્સની નિષ્ફળતાનું કારણ - આંતર રાષ્ટ્રિય રાજકારણને પદાર્થપાઠ-સંયુક્ત રાષ્ટ્ર સંઘ–રાષ્ટ્રસંઘનું 'નૂતન સભ્યપદ– રાષ્ટ્રસંઘની શરીરરચના–અગીઆર વરસની કાર્યવાહીનું સરવૈયું વિશ્વશાંતિની વિશ્વ-લોક-સંસ્થા] શાંતિ અને યુદ્ધની ભાવના
શાંતિની ઇચ્છા માણસ માત્રની સહજ ઈચ્છા હોય છે. શાંતિ માટે જ સૌ કાઈ અને સૌ સંસ્થાઓ પ્રયત્ન કરતાં હોય છે છતાં આપણને ખબર છે
કે ઈતિહાસની શરૂઆતથી નાનાં મોટાં યુદ્ધો થયા કર્યા છે ઇતિહાસમાં તૈમૂર અને ઝંગીસખાન તથા નેપોલિયન અને કેઝરનાં નામ યુદ્ધખોરો તરીકે જાણીતાં છે. યુદ્ધની આવી રચના માટે તથા યુદ્ધોને ચલાવવા માટે દરેક સરકારે પાસે યુદ્ધની ખાતાંએ પણ હોય છે. યુદ્ધનાં આ ખાતાએ યુદ્ધની સંસ્થા છે તે બાબત સમજી શકાય તેવી છે.
શાંતિની ઈચ્છા કરવી, એટલાથી જ શાંતિ મળતી હેતી નથી. ઇ. સ. ૧૯૧૪ થી ૧૯૩૯ સુધીના સૌ રાષ્ટ્રોના અનુભવે એવા છે