________________
$$$
વિશ્વ ઇતિહાસની રૂપરેખા
હતું તેજ શબ્દને ઇડને ઈજીપ્ત સામે આજે જાહેર રીતે પડકાર્યા. ઘણુાં વર્ષોં પર ત્યારે પામતે, આનંદથી પોતાના હાથ મસળતાં, પાર્લામેન્ટની માતાને કહ્યુ હતું કે · નાગરિકા, આપણે ચીન પર એક નાનકડી લડાઈ લડી નાખવી પડશે.’
ફ્રાન્સ અને ઈડનના અવાજમાં ઇજીપ્ત પર આક્રમણના પડકાર ફેંકવામાં વીતિ ગએલા શાહીવાદી દિવસાને પ્રતિધેાષ હતા. પણ આજે એકલા દિવસેાજ વીતી ગયા નહેાતા. ત્યારે હતું તેવું સામ્રાજ્ય પણ અંગ્રેજી શાહીવાદનું આજે હતું નહીં, અને ત્યારે હતા તેવા નહી, પણ વિમુક્ત એવા ઈજીપ્તરાષ્ટ્ર આજે હતા.
એટલે, ઈજીપ્તમાંથી આ શાહીવાદી પડકારના જવાબમાં સંભળાયું કે, * અનારી ભૂમિ પરની અમારી નહેરના રક્ષણ માટે લડનાર એકલા એક નાસેર નથી પણ અઢી કરોડ નાસેરા તૈયાર છે.' પરંતું દેશકાળનું બધું ભાન ભૂલી ગયું હોય તેવું, અંગ્રેજી—ફ્રેંચ આક્રમણુ, ઈજીપ્ત પર આવી પહેાંચ્યું. આ આક્રમણ કરનારી, અંગ્રેજી—ફ્રેંચ સરકારો, રાષ્ટ્રસંધની પાંચ માંધાતાઓમાંની મહાન સભ્ય સરકાર હતી. આ આક્રમણને દેખાવ આખા જગતની આંખ ઉધાડી નાખનારા બન્યા. આક્રમણના આ બનાવને દેખતા એશિયા-આફ્રિકાની સમસ્ત માનવતાના લોકમત ખળભળી ઉઠયા. આક્રમણના આ તરીકેા, આપણી પૃથ્વી પર ભજવાઇ ગએલા, ૧૯ મા સૈકાના ઇતિહાસના શાહીવાદી અવશેષો હજી જીવતા છે તે વાતના સાક્ષી બન્યા. પરંતુ એશિયા અને આફ્રિકાની દુનિયાએ હવે ઉત્થાન આરંભ્યું હતું તેવી અતિહાસિક હકીકતની સાક્ષી બનેલા, સીમાસ્તંભ ઇજીપ્તદેશ દેખાયા.
મધ્યપૂર્વના મુઝવતા રાષ્ટ્ર પ્રદેશ, ઇઝરાઇલ
ઇ. સ. ૧૯૫૭ ના મેની ૧૫ મી એ ઇઝરાઈલ દેશ પેાતાની નવમી જ્યતિ ઉજવવાના છે. એના જન્મ થયે હજુ નવ વરસજ વિત્યાં છે. મેતી ૧૫મીએ જ્યારે મધ્યપૂર્વનું આ રાષ્ટ્ર ફરજંદ પેાતાની મેથલેડેમ તથા ટેલ આવીવ અને જેરૂસાલેમની ધર્મ સંસદમાં ધટાનાદ કરે છે ત્યારે પણ ગાઝા નામની એની સરહદમાંથી આરબ સરહદ તરફ એની તાપાના અવાજ સંભળાતા હોય;છે.
એનું કારણ એ છે કે મધ્યપ્રદેશની આ ભૂમિ પર અંગ્રેજ અમેરિકન શાહીવાદે એના રાષ્ટ્રરૂપને પોતાની શેતરંજની ભેદનીતિની જરૂરિયાત પ્રમાણે જનમાવ્યું છે અને ત્યાર પછી આ શાહીવાદી ભેદનીતિએ યહુદી અને આરબ માનવ વચ્ચેનો કલહ સળગતા રાખવાની જ રાજકીય તેમ ધારણ કરીને આ કમનસીબ રાષ્ટ્રને શસ્ત્ર સજ્જ બનાવીને, આરબ પ્રદેશ પર પેાતાની હકુમત જાળવી રાખવાની ભેદનીતિના વહીવટના દારી સંચાર જારી રાખ્યા છે.