________________
૬૮૦
વિશ્વ ઈતિહાસની રૂપરેખા - પછી યુરોપી શાહીવાદે સરજેલાં બે વિશ્વયુદ્ધોએ આ ધરતીની ખાનાખરાબી કરી. આ વિશ્વયુદ્ધોના ઉપસંહારમાં હચમચી ગએલા શાહીવાદની પકડમાંથી છૂટવા આ પ્રદેશો પર પણ વિમુક્તિની હિલચાલે બીજા વિશ્વયુદ્ધ પછી શરૂ થઈ ગઈ.
સાયપ્રસની ઈસાઈપ્રજા, તથા લેબનોન સીરીયા, જેરડન, સઉદી અરેબીયા, પેમેન, લીબીયા અનેઈજીપ્રની આરબ માનવજાત અથવા ઇલામિક દુનિયાએ વિમુક્તિની હિલચાલને સંચાર પિતાની ભૂમિ પર શરૂ કર્યો. બે કરોડની વસ્તીવાળા ઇરાનને અર્વાચીન ઇતિહાસ પહેલા વિશ્વયુદ્ધના આરંભથી જ અંગ્રેજી શાહીવાદની હકુમત નીચે શરૂ થએલે દેખાય છે. આવી યુદ્ધની શરૂઆતની પરિસ્થિતિ પર વિશ્વયુદ્ધના અંતમાં એક જબરમે આંતરરાષ્ટિય ફેરફાર ઈરાનની રૂસી સરહદપર થયો. સંસ્થાનિક પ્રજાઓની આઝાદીની જાહેરાત કરતી સામજિક ક્રાન્તિ ઈરાનની પડોશમાં જ આવેલા રૂસ દેશપર વિર્ય પામી. અંગ્રેજી શાહીવાદની પકડ પર આ ક્રાન્તિકારી બનાવની અસર પાડનારી લોક જાગૃતિ ઈરાનમાં દેખાવા માંડી. ઈ. સ. ૧૯૨૧ માં ઈરાનની શાહી સરકારને રશિયા સાથે મિત્રાચારીના કરાર સમાન ધોરણે કર્યા કારણકે શાહીવાદનું જ સાગરીતબનતું આ પ્રદેશનું રૂપ ક્રાન્તિના ધામની અડેઅડ હતું.
પરંતુ બીજા વિશ્વયુદ્ધ વખતે ઈરાનના શાહે રશિયા વિધી કાવતરાં શરૂ કર્યા. ઇ. સ. ૧૯૪૧ માં રૂસદેશપર આક્રમણ કરવા માટે ઈરાનને ઉંબર પ્રદેશ વાપરવાની હિટલરે બધી તૈયારીઓ કરી પરંતુ તે નિષ્ફળ નિવડી. હિટલર સામે લડતાં મિત્રરાએ યુદ્ધપુરત એને કબજે લીધે પણ ત્યાર પછી યુદ્ધપુરું થયું અને મધ્યપૂર્વના આ એક સમયના ઇતિહાસના સામ્રાજ્યને ધારણ કરનાર આ અગ્નિપૂજક દેશપર બીજા વિશ્વયુદ્ધના અંત પછી તરતજ આખા જગતપર ફૂકાતી ઝડપી હિલચાલના પડછાયાએ જાણે દોડવા માંડ્યા. આ પડછાયાઓ પાછળ મધ્યપૂર્વની પ્રજાઓમાં પથરાતી વિમુક્તિની હિલચાલને વેગ દેખાયો, અને સાથેસાથેજ પશ્ચિમના શાહીવાદને દોરીસંચાર પામતાં પ્રગતિનાં વિરોધી રજવાડી પરિબળોના આખરી ઉછાળા પણ માલમ પડવા માંડ્યા. એક દિવસ ઉગે અને ઈરાનમાં લકઝંઝાવાતની પાંખપર બેઠેલે મુસાદીક નામને વૃદ્ધ આગેવાન તેલનું રાષ્ટ્રીયકરણ કરતા દેખાય. શાહના મહાલઉપર કટક ચઢતું માલમ પડ્યું. શાહ અને સુયા ને સંતાડવા જનરલ ઝાહેદી દેડધામ કરતો હતે. એક પળમાંજ જાણે આ શાહ અને એના સાગરિત ગિરફતાર થઈ જશે એમ દેખાયું પણ ત્યાં તે બાજી પલટાઈગઈ. અમેરિકી શાહીવાદે હવે અંદર ઝંપલાવી દીધું અને શેરીઓમાં કે ફરવા માંડી. ઉજજડ અને વેરાન નગરમાં લેકોનાં શબ રખડવા લાગ્યાં. તહેરાન છતાઈ ગયું અને આ