________________
१८४
વિશ્વ ઈતિહાસની રૂપરેખા આ શાહીવાદી ઈરાકી તેલના માલીકોએ ઈરાકને જીતી લઈને તેના અંગે અંગને જકડી લઈને તેને પિતાના વતી, રાષ્ટ્ર સંઘનું સભ્યપણ બનાવ્યું છે. પશ્ચિમ એશિયા પર વિમુક્તિની હિલચાલેની વચ્ચે આ પ્રદેશ ઈતિહાસના પ્રશ્ન વિરામ જે ઉમે છે તથા શાહીવાદી નાગચૂડની યાતના ભર્યો મૌન કકળાટ કરે છે.
આરબ દેશોની વચ્ચે આરબ બાંધવતાના દેહમાં ભેંકાયેલી શાહીવાદી કટારી જે આ પ્રદેશ પશ્ચિમના શાહીવાદની છાવણું બન્યું છે. છતાં, જનતાની આઝાદીની દરજ ઉગ્ર બનતી તમન્ના નીચે તપતો આ તેલ પ્રદેશ, પિતાને ત્યાં શાહીવાદી જુગારના કેવા દાવ કયારે ખેલશે તેની ચિંતા જેવું રૂપ ધારણ કરીને મધ્ય પૂર્વની વિમુક્તિની હિલચાલના રરતા વચ્ચે લાલબત્તી જેવો ઉભો છે. જેરડન
| દશ લાખની વસ્તીવાળા આ આરબ પ્રદેશ પર ઈઝરાઈલમાંથી હડસેલી દેવાયેલા નવલાખ નિરાશ્રિતના સવાલને નિકાલ કરવાની મૂંઝવણ ઉભી છે. રાજા હુસેન જેરાન પર રાજ્ય કરે છે. ઈઝરાઈલ પર ચાલતી અમેરીકન શાહીવાદની કાર્યવાહીએ આ સરહદી પ્રદેશ માટે ભયાનક પરિસ્થિતિ ઊભી કરી છે. આ પરિસ્થિતિને ભરડે જરડનને તંગ બનાવીને તેને શાહીવાદી પકડ નીચે લાવી દેવાની બધી કાર્યવાહી કરે છે. આજ સુધી જેરડને તેનો પ્રતિકાર કરીને પિતાની રાષ્ટ્રવાદી નીતિમત્તાને જાળવી રાખી છે. જુવાન રાજા હુસેન, અંગ્રેજી શાહીવાદે રડનના લશ્કર પર સર સેનાપતિ તરીકે સત્તર વર સથી ગોઠવી રાખેલા અંગ્રેજી જનરલ ગ્લબને બરતરફ કર્યો છે. અને ૧૯૫૭માં માર્ચ મહિનામાં જ આ નાનકડા પ્રદેશે એંગ્લે જેરડન કરારનો અંત લાવીને પિતાની વિમુકતિની જાહેરાત કરી છે. અંગ્રેજી સામ્રાજ્યનું સીમા મથક, સાયપ્રસ
બીજા વિશ્વયુદ્ધ પહેલાંની અંગ્રેજી સામ્રાજ્યની સીમા દેરી ભૂમધ્ય સમુદ્રમાં થઈને સુએઝની નહેરમાંથી પસાર થઈને લાલસમુદ્રને પાર કરીને હીંદી મહાસાગરમાં પથરાતી હતી. આ સીમા દેરીને પૂર્વ સ્તંભ જીબ્રાલ્ટર પર રોપાયો છે, મધ્યમાં માટા છે, અને પશ્ચિમ છેડા પરના ગ્રીક જમાનાના ગ્રીસના સાયપ્રસ નામના ટાપુ પર અંગ્રેજી સીમાદોરીને છેડે છે. આ ટાપુ પર, આ સામ્રાજ્યને રણથંભ રોપાય છે. સુંદર પર્વતમાળથી છવાયેલે આ પ્રદેશ સાડા ત્રણ લાખની વસ્તી ધરાવે છે. હાઈફા એનું બંદરગાહ છે, અને સુએઝના પ્રવેશ