________________
}<
વિશ્વ ઇતિહાસની રૂપરેખા
પાશાની સરમુખત્યારી નીચે એણે અર્વાચીન સજાવટ કરી છે. આજે આખા મધ્યપૂર્વ પરની વિમુક્તિની હિલચાલાને ખતમ કરી નાખનારાં તથા વિશ્વશાંતિને જોખમમાં મૂકી દેનારાં પશ્રિમના શાહીવાદનાં, બધાં જૂથ અને લશ્કરી અને યુદ્ધખાર મડળામાં એ સભ્ય છે. પાકીસ્તાન, ઇરાક, અને ઇરાનને પોતાની યુદ્ધખાર આગેવાની નીચે લાવનાર અમેરિકન શાહીવાદનું આ સંસ્થાન જેવું. ટરકી નામનું મથક છે. મધ્યપૂર્વનાં રાષ્ટ્રોની વિમુક્તિ પર ઝઝુમતો ટરકી નામના ભય પ્રદેશ,આજે આ પ્રદેશાની શાંતિને જોખમમાં મૂકી દેનાર નિવડયા છે. દુઃખ દરદ અને ગરીબાઇમાં ગળાડૂબ રહેવાનું પરિણામ એણે શાહીવાદી હકુમત નીચે પ્રાપ્ત કર્યું છે. આ રાષ્ટ્ર પર પ્રજાજીવનને કચડતા અમેરિકન શસ્ત્રોએ સરેલા અને શાહીવાદી તાલીમની કવાયત શિખેલે, પાંચલાખની સંખ્યાવાળા લશ્કરવાદ છે.
ટકીથી ઇઝરાઇલ સુધી
અંગ્રેજ—ફ્રેંચ— અમેરિકન શાહીવાદની યુદ્ધખાર કાર્યવાહીના કરારમાં, લશ્કરી ધટનાના જૂથમાં, અને વિશ્વશાંતિને જોખમમાં મૂકી દેનારી પશ્ચિમ એશિયા પર આવી પડેલી શાહીવાદી રચનાના પાયામાં પરાવાયલા, કમનસીબ પ્રદેશામાં ટરકીનું નામ પહેલું છે. ટરકી, પાકીસ્તાન, ઈરાન, ઈરાક અને ઈઝરાલની ભૂમિ સુધીના શાહીવાદના ભયાનક ભરડા રચાઈ ચૂકયા છે.
સાઉદ્દી અમસ્તાન
:
અથવા સાઉદી એરેબીયા જગતભરની મુસ્લીમ પ્રજા માટે પૃથ્વી પરના અતિ પવિત્ર પ્રદેશ છે. ઇસ્લામમાં ખલીફાના દરબારની અરેબીયન નાઇટ’સની જગવિખ્યાત વાર્તાઓને પણ એજ પ્રદેશ છે. બાઇબલની દંતકથામાં આલેખાયેલા, અશ્રાહામના આ પ્રદેશ પર પૃથ્વી પરના પહેલા પ્રકાશ શરૂ થયા. આ પ્રદેશમાં ઉભેલાં બાઈબલનાં આદમ અને ઇવ જ્ઞાનનું ફળ ચાખતાં હતાં, અને કુદરતના ખેાળામાંથી ઉછરેલા અજ્ઞાનને ફગાવી દઇને નિષેધાયલાનું અવલાકન કરવાનું પાપ કરતાં હતાં. આવી દંતકથાઓમાં જ જીવતા આ વિશ્વઋતિહાસના પુરાતન પ્રદેશને મહમદ પયગંબરે, ઉઠવાના સંદેશ દીધા હતા અને પાધડી બાંધેલા ભરવાડ માનવા, ઉંટતી વણઝારા સજીને ઈસ્લામના ઉલ્લેાષ કરતા અહીંથી જ નીકળી ચૂકયા હતા.
પછી તે સૈકાઓ વહી ગયા. જગત પર અંધારા યુગ આવ્યો અને ગયા. જેને યુરોપને, પૂર્વના પ્રદેશની મહાન સંસ્કૃતિ, અને વિદ્યાઓના વારસા આપીને ઇસ્લામે ઉઠાડયું હતું તે જ યુરોપ, હવે નવા ઉદ્યોગનું રૂપ સજીને આ