________________
મધ્ય પૂર્વમાં ડાકીયું
પ
આફ્રિકાની કિનારી પરના આ મહાન રાષ્ટ્રે ઈ.સ. ૧૯૫૨માં પેાતાના રાજા કાકને પદભ્રષ્ટ કરીને રાષ્ટ્રની વિમુક્તિની હિલચાલને આગળ ધપાવી હતી. આજે જીપ્તના પ્રાસત્તાકના પ્રમુખ આડત્રીસ વરસની ઉંમરને જુવાન રાષ્ટ્રનેતા, ગેમલ, અબ્દુલ નાસેર છે. આ પ્રમુખની આગેવાની નીચે બ્રિટનના શાહીવાદનું સુએઝ નહેર પરના પ્રદેશ પરનું લશ્કરી મથક નાબુદ થયું. એની કારકીર્દિ દરમિયાન જ સુદાનના પ્રદેશ સ્વતંત્ર થયા, તથા નાસેરની આગેવાની નીચે વિમુકત ખનેલા ઇજીપ્તદેશે, ૧૯૫૬ ના એગસ્ટના આર્ભમાં પેાતાની ધરતી પરની સુએઝ કેનાલનું રાષ્ટ્રિયકરણ કર્યું..
આ સુએઝ કેનાલનેા વહીવટ કરનાર કંપની ઇજીપશીયન ક ંપની હતી. આ કંપનીની રચનામાં જ ઇ. સ. ૧૮૬૬ માં થએલા કરાર કહેતા હતા કે, ધી સુએઝ કેનાલ કંપની” એ ઇજીપ્તની સરકારના કાનૂન અને વ્યવસ્થાને આધીન એવી કંપની છે.' પરંતુ આ કંપનીના વહીવટ કર્તામાં ઇજીપશીયન ઉપરાંત અંગ્રેજી અને ફ્રેંચ મૂડીવાદીએ પણ હતા. આવી ઇજીપશીયન કંપની પાસેથી નાસેરની સરકારે વહીવટ લઈ લીધા અને આ કંપનીનું ખીલકુલ કાયદેસર રીતે રાષ્ટ્રિયકરણ કર્યું.
એટલાથી જ અંગ્રેજ—ફ્રેંચ અને અમેરિકન શાહીવાદી સરકારા હચમચી ઉઠી. આ સરકારોએ શાર મયાવ્યા કે સુએઝની નહેર પર આંમરરાષ્ટ્રિય કબજો હાવા જોઇએ. અંગ્રેજ અને ફ્રેંચ સરકાએ, પેાતાની શાહીવાદી નીતિરીતીના
આ પ્રદેશ જેવા નહેરના પ્રદેશ પર કબજો જારી રાખવા, નૌકા લશ્કા અને મનવારાને તથા હવાઈ જહાજોને કેનાલ પ્રદેશ તરફ રવાના કરવાના હુકમ તાબડતોબ આપ્યા. તેમણે પેાતાના લશ્કરી અસરાની રજાએ રદ કરી દીધી. ઈજીપ્ત પર આક્રમણ કરવાની ગમે તે ધડી માટે આ બન્ને સરકારાએ બધી જવાબદારી, પેાતાના સ્વચ્છંદી અને એકહથ્થુ નિર્ણય સાથે જોડી દઈને, રાષ્ટ્રસંધ જેવી વિશ્વ સ ંસ્થા તરફ નજર પણ નાખ્યા વિના તથા વિશ્વ અદાલતની હસ્તીને ઉવેખીને તરવારા ખખડાવવા માંડી તથા લશ્કરી પગલાં શરૂ કરી દીધાં.
એક જ ઘડીમાં જાણે બધી શાંતિ હિલચાલા, રાષ્ટ્રસંધની કાર્યવાહી, તથા આત્મનિર્ણયના અધિકારાની ચર્ચાઓ પર પાદાધાત કરતા, અમેરિકન શાહીવાદના પડછાયામાં જીવતા, અંગ્રેજ અને ફ્રેંચ શાહીવાદ પામાસટન નામના પશ્ચિમના શાહીવાદી અગ્રેજી વડાપ્રધાનના વીતી ગએલા દિવસેા સુધી પાછે હટી ગયા. આ શાહીવાદના નામમાં આજના કાયાપલટ કરી ચૂકેલા દેશ કાળ પર આંખ મીચીને, ખેલતા ઇડનના અવાજ સંભળાયા, પાલ્મટને ત્યારે કહ્યું