________________
૬૫૪
વિશ્વ ઇતિહાસની રૂપરેખા
આરંભી દીધું, આ આક્રમણની આગેવાની લેવા, અંગ્રેજી અમરિકી શાહીવાદે રિફાઇ સાથે દોડવા માંડ્યું. શાહીવાદી વહીવટના આ સ્વરૂપે, ચીન અને ભારત જેવા વિરાટ રાષ્ટ્રોમાંથી ખતમ થયા પછી અને એશિયાભરમાંથી પાછું પડવા માંડયા પછી હવે પેાતાની ભયાનક તૃષાને છિપાવવા આફ્રિકાપર, આ શાહીવાદની વિશ્વવટનાએ અમેરિકન શાહીવાદની આગેવાની નીચે ફાળ ભરવા માંડી છે. આફ્રિકાપર દેખાતાં મૃગજળ
પરન્તુ જગત બદલાઇ ચૂકયું હતું. આફ્રિકાખંડ પણ આ વિશ્વ પરિવર્તનમાં પાછળ રહી જવા નહાતા માગતા. આફ્રિકાપર આક્રમણ જમાવીને આ અનંત વિસ્તારવાળા ખાંડને શેાષી જવાના જમાનેા હવે અત પામતા હતા. છતાં વાસ્તવિકતાને નહીં દેખી શકનાર શાહીવાદી જીવનવહીવટ આફ્રિકાનું શોષણ કરી જઇને ટુંપાતા જીવનની જીવાદોરી ટકાવી રાખવા નીકળી ચૂકયા હતા, તથા, આફ્રિકા પર પેાતાની દાનવી તૃષાની ઇચ્છાએમાંથીજ દેખાતાં ઝાંઝવાનાં જળ તરફ દોડતા હતા.
શાહીવાદની જૂના જગતની ઘટનાએએ સૈકા સુધી જગતના ઇતિહાસ એટલે યુરોપનેાજ ઇતિહાસ માન્યા હતા. એ ઘટનાએ એશિયા અને આફ્રિકા નામના જગતના એ અતિવિશાળ ખંડને પેાતાની ક્ષુદ્રલાલસાના પિંજરામાં પૂરી દીધા હતા તથા જગતના જીવનમાંથી રદ ખાતલ કર્યાં હતા. આ એ ખડાને પોતાના કારાગારમાં પૂરીને એણે બબ્બે વિશ્વયુદ્ધના વિશ્વ સંહાર ખેલ્યા હતા. પરન્તુ ત્યારપછી પેલા કારાગારની દિવાલે તૂટી હતી. સૈકા પછી માનવ સમુદાયે આ એશિયા અને આફ્રિકાની ભૂમિ પરથી વિશ્વઇતિહાસમાં પેાતાની બેઠક લેતા હતા. વિશ્વતિહાસ હવેથી જ પહેલીવાર સાચા અર્થમાં વિશ્વ ઇતિહાસ બનતા હતા.
બીજા વિશ્વયુદ્ધ પછી ઇતિહાસમાં આવતા નવા ખડ–આફ્રિકા
આ વ્રતનટનાને આકાર આઝાદ રાષ્ટ્રોના સ્વરૂપવાળા હતા. એશિયા આફ્રિકાપરના રાષ્ટ્રા નુતન આઝાદીનાં સ્વરૂપ ધારણ કરતા હતા. આઝાદીનાં આ સ્વરૂપેામાં એશિયા અને આફ્રિકાની ધરતીપર વિમુક્ત બનતી માનવતાના સંચાર શરૂ થતા હતા.
છતાં, પરવારી ગએલી એવી શાહીવાદી જીવનધટના, આ નૂતન દેખાવતે દેખવાની ના પાડતી હતી. આ જીવનધટનાનું પશ્ચિમ યુરેાપનું અને અમેરિકન શાહીવાદનું સ્વરૂપ, એશિયા પર વિભાજક ભેદનીતિને ધારણ કરી રાખીને આફ્રિકાના સંપૂર્ણ કબજો ટકાવી રાખવા દેતુ', હતુ, અને આફ્રિકાના અનંત પ્રદેશાપર દેખાતું મૃગજળ આ લાભને લલચાવતું હતું. ત્યારે આ પશ્ચિમી