________________
હિંદીમહાસાગરનું રાષ્ટ્રમંડળ અને આફ્રિકાનું ઉત્થાન
૬૫૯ આફ્રિકાને બાકાત રાખી શકવાનાં સામ્રાજ્યવાદનાં સ્વમો તૂટવા માંડ્યા છે. આફ્રિકાને એશિયાને અસહકાર અને સવિનયભંગને ક્રિયાસિદ્ધાંત દેનાર તથા “એશિયા છોડો” નો અનાહતનાદ જગવનાર ગાંધીજીએ આ દક્ષિણ આફ્રિકાની ભૂમિ પર જ એ અવાજની બારાખડી ઘૂંટી હતી. વિમુક્તિની હિલચાલના આ મૂળાક્ષરો આજે દક્ષિણ આફ્રિકાની જમીનમાંથી અંકુરે જેવા ઉગી નીકળવા માંડ્યા છે તથા તેની સામે કોમી એવી સામ્રાજ્યવાદી સરમુખત્યારીએ બધી પાશવતાનાં રૂ૫વડે તેનો સામનો કરવા માંડે છે. આવું દક્ષિણ
આફ્રિકાની ધરતી પર આજે સંગ્રામરૂપ શરૂ થયું છે. આ પાશવતાની આગેવાન આજે દક્ષિણ આફ્રિકામાં મલાન સરકાર છે. આ સરકારે પિતાની કોમના વીશલાખ જેટલા ગોરાઓને આફ્રિકામાં એક કરોડ
વતનીઓ પર ગોરી. કેમની સામ્રાજ્યવાદી જાલીમધટનાની માલીક સરમુખત્યારી તરીકે સ્થાપી દીધી છે. વિશ્વ ઈતિહાસને સંસ્કાર સંગ્રામ
એશિયા અને આફ્રિકાએ વિમુક્તિની હિલચાલના સંસ્કાર સંગ્રામને ઐતિહાસિક રીતે પોતાની જીવન ઘટનામાં જન્મ આપીને વિશ્વયુદ્ધના અંતમાં વિશ્વ ઈતિહાસમાં પ્રવેશ કર્યો. આ વિશ્વહિલચાલમાં બે પરિબળો એકબીજાના આખરી સંપર્કમાં આવેલાં દેખાયાં. આ બેમાં એક પરિબળ જગતની ખાનાખરાબી કરનાર સંસ્થાનિક યુદ્ધોની પરંપરા સર્જનાર, જગતપર ભૂખમરે અને રોગચાળે જન્માવનાર, સંસ્થાને પર સિતમ જેવી શાસન ઘટનાઓ ઘડનાર, વિમુક્તિની હિલચાલના આગેવાને પર માથાંઓનાં ઈનામ જાહેર કરનાર, અને શેષણ ભારફત પિતાને ત્યાં વિલાસના અતિરેક જમાવનાર યુરોપ-અમેરિકી સમ્રાજ્યવાદી ઘટના છે. બીજું પરિબળ એશિયા આફ્રિકાની વિમુક્તિની હીલચાલની ઘટના છે અને તેના સાથમાં, સામ્રાજ્યવાદી દેશની સંસ્કારી માનવ સમુદાય તથા લોકશાહી નાગરિકે પણ સામેલ છે.