________________
વિશ્વ ઈતિહાસની રૂપરેખા અલાયદી હોટેલ તથા વિશીઓ હોય છે તેમ તેમને માટે દારૂ પીવાની સગવડ પણ સરકાર નિયુક્ત ઈજારાવાળી દુકાને એ જ હોઈ શકે છે. આ પ્રજાઓ અને ખાસ કરીને કાળાં માનની સ્ત્રીઓને ગરાં કુટુંબનાં એઠાં માંજવાની અને વાસીદાં કરવાની છૂટ છે. આ સ્ત્રીઓ દિવસભર કામ કર્યા પછી રાત્રે, ઓટલાઓ પર અથવા ગેરા મહાલયની વંડીઓમાંની ઝુંપડીઓમાં સુઈ શકે છે પરંતુ રાતના તેમને પુરૂષવર્ગ તેમની સાથે રહે છે તેવા પુરૂષો પર ગુને લાગુ પડે છે. આ ભેદ ઘટનાની વહીવટી હકુમતવાળી આપણું પૃથ્વી પરની કાળી માનવજાત પરના યુરોપીય સંસ્કૃતિવાળા ગેરા વહીવટમાં એકેએક નરનારી અને બાળક બાળકીઓ અથવા મૂળ વતનીઓને બધે સમુદાય, ભંગી કેમ, ગુનેગાર કેમ, તથા જન્મસિદ્ધ અપરાધી કેમ તરીકે જ જીવી શકે છે. એમના જીવનની પળેપળે થતી હિલચાલ ગમે ત્યારે ગમે તે કાનૂનના ભંગ નીચે આવી જાય છે. એમનું અસ્તિત્વ આ ભૂમિ પરના ગેર વહીવટ નીચે, નિર્દોષ સાબીત ન થયા કરે ત્યાં સુધી જ્યાં ને ત્યાં અને જ્યારે ને ત્યારે ગુનેગાર ગણું શકાય છે. આ ભયાનક એવી ભેદ ઘટના સર્વાંગી આક્રમક ઘટના છે. આ ઘટનાના વહીવટી કાનૂતે, આ માનવ સમુદાયના નર પ્રાણીને, “જીમ” એવું નામ એનાયત કર્યું છે, તથા આ કાનૂનને ઘડનાર યુરેપની સામ્રાજ્યવાદી ઘટનાનું ગોરી ચામડીવાળું માનવ પ્રાણુ, “મ' પર ગમે ત્યારે આક્રમક વ્યવહાર કરી શકે છે. વસાહતી સરમુખત્યારી સામે લોક પ્રતિકાર
આખા આફ્રિકા પર હકુમત ધારણ કરીને બેઠેલું યુરોપીય સામ્રાજ્યવાદનું રૂપ સે ઠેકાણે સરમુખત્યારી રૂ૫ છે. આ સ્વરૂપે આર્થિક આક્રમણથી આરંભ કરીને, આફ્રિકાના જીવન પર સર્વાગી એવી સરમુખત્યારશાહી સ્થાપી દીધી છે. આ સરમુખત્યાર સામ્રાજ્યવાદનું દક્ષિણ આફ્રિકાનું સ્વરૂપ વીશ લાખ જેટલા ગોરા માલીકેનું છે. આ સ્વરૂપે આજે જગતભરમાં અજોડ એવું ઇતિહાસની શરમજનક પછાતદશાનું પુરાણાજમાનાનું, કામરૂપ ધારણ કર્યું છે. પશ્ચિમની સામ્રાજ્યવાદી કેમે અથવા શાસક કોમે, અહીં તમામ રંગોને માનવસમુદાયે પર તેમને નીચ કામના ગણીને તેમના પર સિતમ જેવો ભેદ વ્યવહાર શરૂ કર્યો છે. આ પછાતરૂપના સિતમચક્ર સામે આખા એશિયા અને આફ્રિકાએ અને પશ્ચિમનાં સંસ્કારી માનવોએ પિતાને વિરોધ જાહેર કર્યો છે. આ પાશવીઘટના સામે દક્ષિણ આફ્રિકાની રંગીન પ્રજાઓએ, સત્યાગ્રહ અને સવિનય ભંગની લડત શરૂ કરી દીધી છે.
આ રીતે ઉત્થાનયુગની ઉષ્મા એશિયા પરથી આફ્રિકાના પ્રદેશ પર આવી પહોંચી છે. જગતના ઈતિહાસની હીલચાલમાંથી અને વિમુક્તિની પ્રક્રિયામાંથી