________________
૬૭ર
વિશ્વ ઈતિહાસની રૂપરેખા શરૂ કર્યો. પછી ઈ. સ. ૧૯૦૧માં ઈરાનના કમાડ અંગ્રેજી શાહીવાદે ઉઘાડી નાખ્યાં. અંગ્રેજી–જરમન શાહીવાદી હરીફાઈ બરલીન બગદાદ રેલ્વેની યોજના સાથે ઉગ્ર બની ગઈ અને પહેલું વિશ્વયુદ્ધ શરૂ થયું. ઈ. સ. ૧૮૯રમાં અંગ્રેજી શાહીવાદના નામચીન આગેવાન લોર્ડ કર્ઝને “ઈરાન અને તેને સવાલ” નામના પિતે લખેલા પુસ્તકની પ્રસ્તાવનામાં મધ્યપૂર્વ પરના આક્રમણની વાત બેધડક રીતે જાહેર કરી. *
“ક જગત જીતવાની શતરંજના દાવમાં મધ્યપૂર્વના પ્રદેશ સૌથી વધારે અગત્યના છે. યુરોપના શાહીવાદી ખેલાડીઓએ એ રીતે આ પ્રદેશોને દાવમાં લઈ લીધા. મધ્યપુર્વના પ્રદેશની ભૂગોળ
અનેક રાષ્ટ્રવાળે આ મધ્યપૂર્વ પ્રદેશ ભૂમધ્યથી હીંદીમહાસાગર સુધીને સાત કરેડની માનવ વસ્તીવાળો પ્રદેશ છે. જગતના ખૂબ જ અગત્યના એવા વ્યવહાર માર્ગો જેમાંથી પસાર થાય છે તેવો આ પ્રદેશ યુરોપ, એશિયા, અને આફ્રિકાના જંકશન પ્રદેશ જે, વિશ્વ ઈતિહાસને જોડાણ પ્રદેશ છે. આ પ્રદેશ પરજ, બોસફરસ અને ડારડેનેલીસની સામુદ્રધૃનિ તથા સુએઝની નહેર છે.
આ પ્રદેશ પરથી ટરકી અને ઈરાનને જોડતા મોટા ભાગે પસાર થાય છે. મધ્યપૂર્વની ભૂમિ ઉપરજ ભૂમધ્ય મહાસાગર, ઈરાન, અને સીરીયા સાથે જોડાયો છે તથા, લેબેનેન ઈજીપ્ત સાથે જોડાય છે. આ, ભૂમિપર ટકીને પાટનગર ઇસ્તંબુલમાંથી દેડતી આગગાડી ઈજીપ્ત અને ઇરાની આખાત પર પહોંચે છે.
આ ભુમિમાંથી ઉદ્યોગના આધાર જેવા તેલના ભંડારો ઉલેચાય છે. આજે દર વરસે ૧૪૦ મીલીયન, ટન તેલની તેમાંથી નિપજ થાય છે. આવી મધ્યપૂર્વની ભૂમિ પરની ધનદેલત અને શ્રમતાકાતની નિપજ પર એકવાર એટોમન સામ્રાજ્યની હકુમત હતી. પછી આ ભૂમિપર પશ્ચિમની શાહીવાદી હકુમત આવી. આજે આ ભૂમિએ વિમુકિતની હિલચાલ સાથે વિશ્વ ઈતિહાસમાં પ્રવેશ કર્યો છે.
x “ Afghanistan, Trnscaspia, Persia...... to me are the pieces of chessboard upon which is being played out a game for the domination of the world. ... ... The future of Great Britain......will be decided not in Europe but in the continent whence our imigrant stock first came and to which as conquerors, their descendants have returned.”